Worlds most expensive water bottle : ભારતના સૌથી પાવરફુલ પરિવારની પાવરફુલ મહિલા નીતા અંબાણી તેમના લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે ઓળખાય છે. મોંઘી કારથી લઈને જ્વેલરી, સાડી, હેન્ડ બેગ્સ, લિપસ્ટીક સહિત તેમના ઘરમાં દુનિયાની સૌથી મોંઘી અને અનોખી વસ્તુઓ જોવા મળે છે. મીડિયા રિપોર્ટસની માનીએ તો, નીતા અંબાણીની માત્ર ચા-કોફી જ ન હિ, તેઓ જે પાણી પીએ છે તેમની કિંમત પણ લાખોમાં હોય છે. આજે તમને નીતા અંબાણી કેટલુ મોંઘુ પાણી પીએ છે તે વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીની એક તસવીર સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી. જેમાં દાવો કરાયો હતો કે, તેઓ દુનિયાની સૌથી મોંઘી બોટલનું પાણી પીએ છે. Acqua di Cristallo Tributo a Modigliani નું તેઓ સેવન કરે છે. જોકે, આ તસવીરને લઈને અલગ જ વાત સામે આવી છે. 


2015 ની આ તસવીરના મૂળમાં નીતા અંબાણીને આઈપીએલ ક્રિકેટ મેચમાં એક ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકની બોટલ સાથે પાણી પીતા બતાવાયા હતા. આ તસવીરો ખોટી છે. ભ્રામક તસવીરની બાદમાં બહુ જ ચર્ચા ઉઠી હતી. પરંતુ બાદમા રિલાયન્સે આ વાયરલ તસવીર ખોટી હોવાની પુષ્ટિ કરી છે. 


અંબાણી પરિવારની લાડલી વહુના શિક્ષણ પાછળ એટલા રૂપિયા ખર્ચાયા, જેટલી એક માણસ જિંદગીભરની કમાણી હોય છે


Acqua di Cristallo Tributo a Modigliani હકીકતમાં દુનિયાનું સૌથી મોંઘા પાણીમાંથી એક છે. એક એક હરાજીમાં 60,000 ડોલર (લગભગ 49 લાખ રૂપિયા) માં વેચાયુ હતું. ફર્નાડો અલ્તામિરાનો દ્વારા તેને ડિઝાઈન કરવામાં આવી છે. જે અમાદેઓ મોદિગ્લિઆનીની કલાને શ્રદ્ધાંજલિ આપે છે. આ બોટલને નીતા અંબાણી સાથે જોડવામાં આવી હતી. 


આ બોટલની ખાસિયત એ છે કે, તે સોનાની બનેલી છે. બોટલમાં ભરવામાં આવતુ પાણી ફ્રાન્સના ફિઝીનું હોય છે. કહેવાય છે કે, આ પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મ મિક્સ કરવામાં આવે છે. જે વ્યક્તિના શરીર માટે બહુ જ લાભકારી અને ગુણકારી બની રહે છે. તેથી આ પાણીની બોટલની કિંમત લાખોમાં છે. વર્ષ 2010 માં Acqua di Cristallo Tributo a Modigliani નું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોંઘા પાણી તરીકે પ્રસ્થાપિત કરાયુ હતું. 


અંબાણી પરિવારની નાની વહુએ લાખોની કિંમતના સેન્ડલ પહેર્યા, આટલો તો તમારો છ મહિનાનો પગાર હશે