Skin care Tips: એક ઉંમર પછી ત્વચાની સુંદરતા જાળવી રાખવા અને ત્વચા ને સ્વસ્થ રાખવા માટે સ્કીન કેર રૂટિન પર ધ્યાન આપવું જરૂરી થઈ જાય છે. ખાસ કરીને 30 વર્ષ પછી જો સ્કીન કેરમાં બેદરકારી રાખવામાં આવે તો સ્કીન ઝડપથી ડેમેજ થઈ જાય છે અને તેના પર વૃદ્ધત્વ ની નિશાનીઓ ઝડપથી દેખાવા લાગે છે. એટલે કે ચહેરા પર ઝડપથી કરચલીઓ પડવા લાગે છે. 30 વર્ષ પછી જો સ્કીન કેર કરવામાં ન આવે તો કરચલીની સાથે ફાઈન લાઇન્સ અને ડાઘ પણ વધતા જાય છે. આજે તમને એવા સ્કિન કેર રૂટીન વિશે જણાવીએ જેને ફોલો કરશો તો 40 વર્ષની ઉંમર પછી પણ ત્વચા 25 વર્ષના હોય તેવી દેખાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્ટી એજિંગ સ્કીન કેર રૂટીન


આ પણ વાંચો: Fitness Tips: એક મહિના સુધી રોજ સવારે 2 ખજૂર ખાવાથી શરીરમાં જોવા મળે છે આ 5 ફાયદા


એક્સફોલીએટ અને ટોનર


સૌથી પહેલા સ્કીનને શૂટ કરે તેવા ક્લીંઝરનો ઉપયોગ કરો. તેનાથી ચહેરા પરની ધૂળ, ગંદકી સાફ કરો. ત્વચાને એક્સફોલિયેટ કરો. પરંતુ આ કામ અઠવાડિયામાં માત્ર એક કે બે વખત જ કરો જો વધારે કરશો તો સ્કીન ડ્રાય થવા લાગશે. આ કામ કર્યા પછી સ્કીનના નેચરલ પીએચ ને જાળવી રાખવા માટે ટોનર લગાડો.


સીરમ


સ્કીનની સમસ્યા દૂર કરવા માટે સીરમ લગાડી શકાય છે. સીરમનો ઉપયોગ કરવાથી કરચલીઓ અને ફાઈનલાઇન્સ દૂર થાય છે. તમે ત્વચા પર એન્ટિઓક્સિડન્ટ, વિટામીન સી અને હાઈ લ્યુરોનીક એસિડથી ભરપુર સીરમનો ઉપયોગ કરી શકો છો. 


આ પણ વાંચો: White Hair: આ 3 વાતોનું રાખશો ધ્યાન તો અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, બસ આ ભુલ ન કરવી..


આઈ ક્રીમ


આંખની આસપાસની સ્કીન ચહેરાની સ્કીન કરતાં પાતળી અને સેન્સેટિવ હોય છે. તેથી વધતી ઉંમરની અસર અહીં વધારે ઝડપથી દેખાય છે. ચહેરા પર આંખની આસપાસ ફાઈનલાઇન્સ ઝડપથી દેખાવા લાગે છે. આવું ન થાય તે માટે સ્કીનની આસપાસ ક્રીમ લગાડવી જોઈએ. 


મોઈશ્ચરાઈઝર


સીરમ અને આઈ ક્રીમ લગાડ્યા પછી ચહેરાને મોઈશ્ચરાઈઝ કરવાનું ન ભૂલો. તેનાથી સ્કીન હાઇડ્રેટ અને સોફ્ટ રહે છે. મોઈશ્ચરાઈઝર એવું પસંદ કરવું જેમાં સેરામાઈન, પેપ્ટાઈન અને ગ્લિસરીન હોય.


આ પણ વાંચો: વાળને સફેદ થતા અટકાવે છે આ 5 જડીબુટ્ટીઓ, નિયમિત ઉપયોગથી સફેદ વાળ ફરીથી થાય છે કાળા


સનસ્ક્રીન


ઉંમર પહેલા જ ત્વચા પર કરચલીઓ અને ફાઈન લાઇન્સ દેખાવા માંડે તો તેનું મુખ્ય કારણ સૂર્યનો તડકો હોય છે. કેમકે સ્કીન કેર રૂટીન સન સ્ક્રીન વિના અધૂરું રહે છે. યોગ્ય એસ પી એફ યુક્ત સનસ્ક્રીન લગાડવાથી ત્વચાની ગુણવત્તા સુધરે છે અને કરચલીઓ પણ પડતી નથી. જો તમારે તડકામાં વધારે રહેવાનું થતું હોય તો દર ત્રણથી ચાર કલાકે સનસ્ક્રીન લગાડી લેવું જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)