નવી દિલ્લીઃ શું તમે પણ કીડીઓની સમસ્યાથી હેરાન છો? શું તમારા ઘરમાં પણ કીડીઓનો ત્રાસ છે? તો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે લઈને આવ્યાં છીએ તમારા માટે આ સમસ્યાનું સરળ સમાધાન.
આ સરળ રીત થોડીક જ વારંમાં તમને કીડીઓની સમસ્યામાંથી છૂટકારો અપાવી દેશે. મોટાભાગના લોકોને ઉનાળાના દિવસો પસંદ હોય છે અને બહાર ફરવા જવા માટેનો સમય પણ બેસ્ટ હોય છે. કારણકે સૂર્યનો તડકો અને તાજી ચોખ્ખી હવા બંને આપણા શરીર માટે ફાયદા કારક હોય છે. પરંતુ ઉનાળાના ફાયદાની સાથે થોડા ગેરફાયદા પણ છે. ગરમીના દિવસોમાં સામાન્ય રીતે કીડા-મકોડાઓનાં ત્રાસ હોય છે. ગમે ત્યાંથી નીકળતા કીડી -મકોડા ક્યારેક ઉપદ્રવ જેવા સાબિત થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધેલા અને ખુલ્લા પડેલા ખોરાકમાં કીડીઓ જલ્દી ચઢી જાય છે. આ જ આકર્ષણ કીડીઓની વસાહત વધવાનું કારણ સાબિત થાય છે. જે તમારા બગીચામાં, બાલ્કનીમાં અથવા તમારા રસોડામાં આક્રમણ કરે છે. કીડીઓ નાની અને હાનિરહિત હોય છે. છતાં તેનો ઉપદ્રવ પરેશાન કરી મૂકે છે. કીડી-મકોડાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા રાસાયણિક જંતુ-કીટનાશકો બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ આ ઉત્પાદનોથી કંઈ ખાસ ફેર નથી પડતો. માટે ઘરમાંથી કીડી-મકોડાનો ત્રાસ દૂર કરવા નીચે આપેલી ઘરગત્થુ તરકીબ કામ કરી શકે છે.


તજઃ
તજની ગંધથી કીડીઓ દૂર ભાગે છે. તમારે બસ આટલુ કરવાનું છે. પાણીમાં થોડુ તેલ અને તડનો પાઉડર મિક્સ કરો. આ મિશ્રણને જ્યાં કીડીઓ સૌથી વધુ દેખાતી હોય ત્યાં લગાવવાથી છૂટકારો મળે છે. દરવાજા કે બારી પાસે તજનો ટુકડો મૂકીને પણ તમે કીડીઓના ઉપદ્રવમાંથી બચી શકો છો.


સિરકાઃ
કીડી-મકોડાનો ત્રાસ ઓછો કરવા માટે સિરકાને આદર્શ માનવામાં આવે છે. પાણી અને સિરકાના મિશ્રણનું સ્પ્રે બનાવીને તેનો છંટકાવ કરવાથી સમસ્યાથી છૂટકારો મળે છે. આ સ્પ્રેનો છંટકાવ જ્યાં સુધી કીડીઓ દેખાતી બંધ ન થાય, ત્યાં સુધી કરવો.
 
બોરેક્સઃ
બોરેક્સને સોડિયમ ટેટ્રાબોરેટ પણ કહેવામાં આવે છે. બોરેક્સનો ઉપયોગ સફાઈ ઉપરાંત કીટનાશકો માટે પણ કરવામાં આવે છે. બોરેક્સ બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.....ફાર્મસી, સુપરમાર્કેટમાં પણ મળી રહે છે. ગરમ પાણીમાં બે મોટા ચમચા બોરેક્સ ઉમેરીને મિશ્રણ થોડી ખાંડ ઉમેરો. આ મિશ્રણમાં રૂ બોળીને જ્યાં કીડી આવતી હોય તે જગ્યા પર લગાવી દો.