નવી દિલ્લીઃ આજે અમે તમને જણાવીશું માટીની થેરાપીના ફાયદા.  આ સવાલ તમારા મનમાં આવતો જ હશે કે આ માટી થેરાપી શું છે? સરળ ભાષામાં, શરીર પર માટી લગાવવાને માટી થેરાપી કહેવામાં આવે છે. આ ઉપચારથી, આપણી ત્વચા તાજી લાગે છે અને દરેક ક્ષણે જુવાન લાગે છે. આ ઉપચાર ત્વચા પરની કરચલીઓ સામે પણ અસરકારક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિ તેમની ત્વચા પ્રત્યે સંવેદનશીલ હોય છે, કોઈ પણ વ્યક્તિ યુવાન વયે વૃદ્ધ દેખાય તેવું ઇચ્છતું નથી. એટલા માટે જો તમે એન્ટી એજિંગની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હો, તો પછી માટીની થેરાપી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો તેના ફાયદા નીચે...


શું છે માટીની થેરાપી?
આયુર્વેદના તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ, સરળ ભાષામાં, શરીર પર માટી લગાડવાને માટી થેરાપી કહેવામાં આવે છે. નેચરોપૈથી એટલે કે કુદરતી દવાઓમાં, ઘણા રોગોની સારવાર માટીના પટ્ટા અથવા માટીની પેસ્ટની મદદથી કરવામાં આવે છે. આ ઉપચાર દ્વારા માટીનો ઉપયોગ શરીરના કોઈપણ ભાગમાં અથવા આખા શરીરમાં થાય છે. જો કે આ ઉપચાર દ્વારા ઘણા રોગોની સારવાર કરવામાં આવે છે, પરંતુ તે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે.


જમીનની 5 ફૂટ નીચે છે નિકાળાય છે માટી:
માટીની થેરાપી માટે ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે, જે જમીનથી લગભગ ચાર-પાંચ ફૂટ નીચે કાંઢવામાં આવે છે. આ જમીનમાં એક્ટિનોમિસેટ્સ નામનું બેક્ટેરિયમ જોવા મળે છે, જે મોસમ પ્રમાણે તેનું સ્વરૂપ બદલી નાખે છે અને જ્યારે તે પાણી સાથે ભળી જાય છે, ત્યારે તેમાં ઘણા ફેરફારો થાય છે. આને લીધે, જ્યારે જમીન ભીની હોય છે, ત્યારે તેમાંથી સુગંધ આવે છે.


માટી થેરાપીના અન્ય ફાયદાઃ


1- માટી થેરાપીથી ત્વચાને લગતી સમસ્યા દૂર કરી શકાય છે.


2- માટી થેરાપીથી કરચલીઓ, ખીલ, ત્વચાની સુકાતા, દાગ, સફેદ ફોલ્લીઓ, રક્તપિત્તથી રાહત આપે છે.


3- માટીની થેરાપીથી ત્વચામાં ગ્લો વધે છે અને ત્વચા નરમ રહે છે.


4- માટીની થેરાપીથી પાચન શક્તિમાં પણ સુધારો થાય છે, માટી આંતરડાની ગરમી દૂર કરે છે


5- ઝાડા-ઉલટીની સમસ્યા પર માટીની થેરાપીથી દૂર થાય છે.


6- કબજિયાત, ફેટી લીવર, હાઈ બ્લડ પ્રેશર, મોટાપા, અને ડાયાબિટીસની સમસ્યાને દૂર  કરવા માટીની થેરાપી કારગાર છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.


આ પણ વાંચોઃ Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?


આ પણ વાંચોઃ Amitabh Bachchan ને આ એક કારણના લીધે જ Jaya સાથે કરવા પડ્યા લગ્ન, કારણ જાણીને તમે કહેશો કે સાવ આવું...!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube