નવી દિલ્લીઃ શું તમને ભૂખ નથી લાગતી?, આ એવી સમસ્યા છે જે લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. ઘણા લોકોને ભૂખ લાગતી હોતી નથી અને લાગે તો વધારે ખાઈ શકતા નથી. જો તમારા સાથે પણ આવી સમસ્યા હોય તો આ જાણકારી તમારા કામની છે, અહીં તમને એવી બાબતોની જાણકારી આપીશું જેનાથી ન માત્ર તમારી ભૂખ વધશે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Life Time પતિ-પત્નીને બન્નેને દર મહિને મળશે 10-10 હજાર રૂપિયા પેન્શન! આ યોજના વિશે જાણો


ભૂખ લાગે તે માટે ઘરેલું નુસખા કારગત:
આર્યુવેદિક તબીબોના મતે જો તમને ભૂખ ન લાગે તો તમારે અનાર, આંબળા, ઈલાઈચી,અજમો અને લીંબુને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ. આ વસ્તુઓથી શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. આ બધાની સાથે યોગ કરવા પણ જરૂરી છે જેનાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરી શકાય છે.


ભૂખ ન લાગે તો શરીરને આ રીતે નુકસાન:
ભૂખ ન લાગવાની સમસ્યાને એનોરેક્સિયા કહેવામાં આવે છે. આ સમસ્યાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે કમજોર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ ન લાગવાની સમસ્યા રહે તો વજનમાં ઘટાડો થઈ શકે છે અને હાડકાઓ કમજોર બને છે.


આ વસ્તુઓના સેવનથી વધશે ભૂખ:


1. ત્રિફળા ચૂર્ણથી વધારો ભૂખ:
ત્રિફળા ચૂર્ણને લોકો સૌથી વધારે કબજિયાતની સમસ્યા માટે ઉપયોગમાં લેતા હોય છે. જો તમને પણ ભૂખ ન લાગતી હોય તો તમે ત્રિફળા ચૂર્ણનું સેવન કરી શકો છો. તમે ગરમ દૂધમાં એક ચમચી ત્રિફળા ચૂ્ર્ણ નાખો અને તેનું સેવન કરો. ત્રિફળા ચૂર્ણના નિયમિત સેવનથી ભૂખ વધે છે.


2. ગ્રીન ટી આપશે ફાયદો:
ગ્રીન ટી ભૂખ વધારવા માટેનો સારો ઘરેલુ ઉપાય છે. ગ્રીન ટીના નિયમિત સેવનથી ન માત્ર ભૂખ લાગે પરંતુ ઘણી બિમારીઓમાંથી પણ રાહત મળે છે


3.અજમાંથી વધારો ભૂખ:
અપચો કે ભૂખ ન લાગવાની સમસ્યા પર તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. અજમો ખાવાથી પેટ સાફ થાય છે. ઘણા લોકો અજમાને મીઠા સાથે મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે.


4. સફરજન જ્યુસનું સેવન:
જો તમને સમયસર ભૂખ ન લાગતી હોય અથવા કઈ ખાવાનું મન ન થતું હોય તો તમારે સફરજનના જ્યુસનું સેવન કરવું જોઈએ. ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જ્યુસમાં સામાન્ય મીઠું કે સેંધા મીઠું ઉમેરો જેથી પેટ સાફ થઈ જાય છે અને ભૂખ લાગશે.


5. લીંબુ પાણીથી વધારો ભૂખ:
ગરમીની સિઝનમાં શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે.  નિયમિત રીતે પાણીનું સેવન કરતું રહેવું જોઈએ.  પાણીમાં લીંબુનો રસ ઉમેરી પીવાથી શરીરમાં ભૂખ વધશે અને શરીરમાં પાણીની ઘટ નહીં થવા દે..   

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

Income Tax: વધી ગઈ સેલેરી, આવી રહ્યું છે એરિયર્સ તો જરૂરી છે આ ફોર્મ ભરવું, નહીં તો લાગી શકે છે ટેક્સ

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

Kishore Kumar એ તત્કાલીન PM ઈન્દિરા ગાંધી સામે કેમ લીધો હતો પંગો? કેન્દ્રીય મંત્રીને કિશોરદાએ કેમ કહ્યુંકે, ચલ ભાગ...!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube