Facial like Glow in 10 minutes: ઘણી વખત ચહેરાની સુંદરતા પર ખીલ, ડાઘ, ડેડ સ્કીન ગ્રહણ લગાડી દે છે. ત્વચાની આવી સમસ્યાને દુર કરવા માટે દર વખતે દવા પણ લઈ શકાતી નથી. કારણ કે આ સમસ્યાઓ વારંવાર થતી હોય છે. જો કે દવા નહીં તો ત્વચાની સમસાયા દુર કેવી રીતે કરવી.... તે પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે તમને ત્વચાની આવી સમસ્યાઓ દુર કરે અને 10 મિનિટમાં ચહેરા પર ગ્લો લાવી દે તેવા ઘરગથ્થુ ફેસપેક વિશે જણાવીએ. આ વસ્તુઓનો ઉપયોગ કરવામાં વધારે ખર્ચ પણ  નહીં કરવો પડે અને તેનાથી ત્વચાની રોનક ચાર ગણી વધી જશે. તો ચાલો ફટાફટ જાણી લો અને તમારી ત્વચાની માફક આવતી હોય તેવો ઉપાય કરવાની કરી દો શરુઆત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 મિનિટમાં ત્વચા પર ગ્લો લાવતા ફેરમાસ્ક
 
આ પણ વાંચો:


White Hair: સફેદ વાળની ચિંતા આ શાક કરશે દુર, માથાના સફેદ વાળ કુદરતી રીતે થશે કાળા


Towel Wrapping: નહાયા પછી ક્યારેય ન લપેટવો ટુવાલ, આ ભુલ નોંતરે છે ગંભીર બીમારીઓ


White Hair: સફેદ વાળને કાળા કરીને જ છોડે છે આ બીજની પેસ્ટ, બે રીતે કરી શકો છો ઉપયોગ


બટેટાનો રસ


ત્વચાની રંગત નિખારવા માટે બટેટા નો ઉપયોગ કરી શકાય છે તેના માટે બટેટાને ખમણી લેવું અને તેનો રસ કાઢી લેવો. આ રસને રૂ ની મદદ થી ચહેરા અને ગળા ઉપર બરાબર રીતે લગાડો અને હળવા હાથે મસાજ કરો. 15 મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરશો તો તમારી ત્વચા ઉપર રંગત જોવા મળશે. કારણ કે બટેટામાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ અને બ્લીચિંગ એજન્ટ તમારી ડેડ સ્કીનને દૂર કરી દેશે અને નેચરલ ગ્લો વધારશે. 


આમળા અને એલોવેરા


સૌથી પહેલા એક ચમચી આમળાનો રસ લેવો અને તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરવું. બંને વસ્તુને ચહેરા પર બરાબર રીતે લગાડો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લેવો. આ બંને વસ્તુ પણ તમારા ચહેરા પરથી ટ્રેનિંગ હટાવશે અને સ્કીનમાં ગ્લો લાવશે.


સંતરા અને કાચું દૂધ


સૌથી પહેલા સંતરાની છાલનો પાવડર લેવો અને તેમાં કાચું દૂધ મિક્સ કરવું. આ બંને વસ્તુને ચહેરા પર લગાડો અને દસ મિનિટ પછી સરક્યુલર મોશનમાં તેને રબ કરો અને ચહેરો ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં બે વખત તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ ધબ્બા દૂર થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)