Hair Fall: હાથમાં આવે છે વાળના ગુચ્છા ? તો વાળ ધોતા પહેલા લગાડો આ સફેદ વસ્તુ, ખરતા વાળની સમસ્યા થશે દુર
Hair Fall: જે લોકોના વાળ એકદમ ડ્રાય હોય અને વધારે પ્રમાણમાં ખરતા હોય તેમણે દૂધનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન એ, વિટામિન ડી અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો વાળને મજબૂત બનાવે છે અને વાળના મૂળને પોષણ આપે છે.
Hair Fall: કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે જો તમે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. જેમ કે ખરતા વાળની સમસ્યા હોય તો અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે જો તમે દૂધનો ઉપયોગ કરો છો તો તે વાળના સૌંદર્યને વધારે છે અને સાથે જ ખરતા વાળની સમસ્યાને પણ દૂર કરે છે. દૂધનો ઉપયોગ વર્ષોથી વાળ પર કરવામાં આવે છે તેનાથી વાળને ઘણા બધા ફાયદા થાય છે.
આ પણ વાંચો: Increase Height: ઉંમર પ્રમાણે બાળકની હાઈટ વધતી ન હોય તો રોજ કરાવો આ 5 યોગાસન
ખાસ તો જે લોકોના વાળ એકદમ ડ્રાય હોય અને વધારે પ્રમાણમાં ખરતા હોય તેમણે દૂધનો ઉપયોગ કરવો જોઈએ. દૂધ પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન એ, વિટામિન ડી અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પોષક તત્વો વાળને મજબૂત બનાવે છે અને વાળના મૂળને પોષણ આપે છે.
આ પણ વાંચો: સવારે 1 ગ્લાસ પાણી સાથે ખાઈ લો આ દેશી મસાલો, ફુગ્ગાની જેમ ફુલેલું પેટ ઝડપથી જશે અંદર
દૂધમાં રહેલ નેચરલ ફેટ વાળને કુદરતી મોઈશ્ચર પૂરું પાડે છે જેના કારણે વાળ ચમકદાર અને મુલાયમ દેખાય છે. દૂધમાં બાયોટીન પણ હોય છે જે વાળના ગ્રોથને વધારે છે અને સ્કેલપના સ્વાસ્થ્યને પણ સુધારે છે. દૂધ વાળના રોમછીદ્રોને મજબૂત કરે છે અને વાળને ઘટ્ટ બનાવે છે. નિયમિત રીતે દૂધનો ઉપયોગ કરવાથી વાળનું વોલ્યુમ પણ વધે છે. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કેલ્પમાં જામેલી ડેડ સ્કિનને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે.
આ પણ વાંચો: 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો
આ બધા જ ફાયદા માટે વાળને શેમ્પુ કરવાના હોય તેની થોડી મિનિટ પહેલા નાળિયેરનું દૂધ વાળમાં લગાડવું જોઈએ. નાળિયેરનું દૂધ વાળના મૂળમાં અને વાળમાં સારી રીતે લગાડી 30 થી 45 મિનિટ રાખો. ત્યાર પછી વાળને સારી રીતે શેમ્પૂથી ધોઈ લેવા. થોડા દિવસ આ દૂધનો ઉપયોગ કરશો એટલે તમે અનુભવશો કે વાળ ખરવાના બંધ થઈ ગયા છે અને વાળની સુંદરતા વધી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)