Lemon Benefits: લીંબુ સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે તે એટલું જ ત્વચા માટે પણ છે. લીંબુનો ઉપયોગ ત્વચા અને વાળને હેલ્ધી રાખવા માટે પણ કરી શકાય છે. લીંબુ વિટામીન સી અને સિટ્રિક એસિડથી ભરપૂર હોય છે. જો તમે તમારી ત્વચાનો રંગ નિખારવા ઈચ્છો છો તો લીંબુને યોગ્ય રીતે ચહેરા પર લગાડવાનું રાખો. થોડા જ દિવસ માટે લીંબુનો તમે ચહેરા પર યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારો ચહેરો ચમકી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Kitchen Tips: સ્ટોર કરતી વખતે આ વાતનું રાખશો ધ્યાન તો 1 મહિના સુધી તાજા રહેશે લીંબુ


Dark Neck: કોઈપણ જાતની ઝંઝટ વિના કાળી ગરદનને કરો ગોરી, 5 સરળ ઉપાય તુરંત કરશે અસર


સોમથી શુક્ર સિંગલ લાઈફની મજા, શનિ-રવિ પત્ની સાથે જલસા... વીકેન્ડ મેરેજમાં મોજે મોજ
 


ચોખાનો લોટ અને લીંબુ


ચોખાના લોટમાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાડી શકાય છે. તેનાથી ચહેરો મુલાયમ અને ચમકદાર બને છે. આ પેસ્ટને 20 મિનિટ માટે ચહેરા પર રાખી પછી ધોઈ લો. 


ખાંડ અને લીંબુ


ખાંડમાં લીંબુ મિક્સ કરીને પણ લગાડી શકાય છે. તેના માટે એક ચમચી ખાંડમાં થોડું લીંબુ અને એલોવેરા જેલ મિક્સ કરી આ પેસ્ટને ચહેરા પર લગાડો અને પછી સ્ક્રબ કરતા હોય તે રીતે મસાજ કરો. પાંચ મિનિટ પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લેશો તો ચહેરાની બધી જ ડેડ સ્કીન થી છુટકારો મળી જશે.


ગ્રીન ટી અને લીંબુ

ગ્રીન ટી માં લીંબુ મિક્સ કરીને પણ ચહેરા પર લગાડી શકાય છે. તેના માટે ગ્રીન ટીમા લીંબુનો રસ અને વિટામિન ઈ ની કેપ્સુલ ઉમેરી પેસ્ટ તૈયાર કરી તેને પાંચ મિનિટ માટે ચહેરા પર લગાડો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)