Multani Mitti: જે રીતે આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ તે રીતે ત્વચાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ત્વચાની સંભાળ યોગ્ય રીતે લેવામાં આવે તો સુંદરતા જળવાઈ રહે છે. સુંદર દેખાવા માટે લોકો અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત આવી વસ્તુઓ સ્કીનને નુકસાન પણ કરી શકે છે. તેવામાં જો તમે પ્રાકૃતિક વસ્તુઓથી સ્કિન કેર કરવા માંગો છો તો બેસ્ટ વસ્તુ છે મુલતાની માટી. મુલતાની માટીનો ઉપયોગ સ્કીન પર કરવાથી ફાયદો થાય છે. તેનો ઉપયોગ નિયમિત પણ કરી શકાય છે. જો તમે ત્વચા પર રોજ મુલતાની માટે લગાવો છો તો સ્કીનને ત્રણ સૌથી મોટા ફાયદા થાય છે. જોકે આ ફાયદા મેળવવા માટે જરૂરી એ પણ છે કે તમે તેનો ઉપયોગ સાચી રીતે કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Busy life: શરીરને પણ હોય આરામની જરૂર, આ 4 લક્ષણો દેખાય તો તુરંત લેવો રુટીનથી બ્રેક


મુલતાની માટીને રાત્રે ચહેરા પર લગાડવાથી ઘણા બધા ફાયદા થાય છે. મુલતાની માટી પ્રાકૃતિક ગુણોથી ભરપૂર હોય છે જે સ્કીનને હાઇડ્રેટ રાખે છે. સાથે જ તેનાથી ત્વચામાં તાજગી આવે છે. તે ત્વચાના ઓઇલને કંટ્રોલ પણ કરે છે જેના કારણે ખીલની સમસ્યા દૂર થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે મુલતાની માટી સ્કીનને કેવી રીતે ફાયદો કરી શકે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. 


મુલતાની માટીથી થતા લાભ


આ પણ વાંચો: પેટની ચરબી ઘટાડવી છે તો ડાયટમાં સામેલ કરો આ 5 શાકભાજી, બરફની જેમ ઓગળી જાશે ચરબી


ત્વચાની સફાઈ 


મુલતાની માટી ત્વચા પરથી મેલ, ધૂળ અને અન્ય અવશેષોને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા સાફ દેખાય છે. મુલતાની માટી સ્કીનને અંદરથી સાફ કરે છે. જેના કારણે ત્વચા પર લાંબા સમય સુધી ખીલ દેખાતા નથી. 


સ્કીનમાં સુધાર 


મુલતાની માટીનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી સ્કીનના ટેક્સચરમાં સુધારો થાય છે. તેનાથી ગ્લો વધે છે. અને ત્વચા યુવાન દેખાય છે. 


આ પણ વાંચો: આ 4 માંથી કોઈ 1 વસ્તુથી ત્વચાનું કરો ડીપ ક્લિનિંગ, લોકો પુછશે સુંદરતાનું સીક્રેટ


મોઈશ્ચર જળવાઈ રહે છે 


મુલતાની માટી ચહેરાના ઓઇલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને તેના કારણે ત્વચામાંથી એકસ્ટ્રા ઓઇલ દૂર થાય છે પરંતુ સાથે જ જરૂરી મોઈશ્ચર જળવાયેલું રહે છે. મુલતાની માટીનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર અને ઓઇલ ફ્રી બને છે. 


મુલતાની માટીનો આ રીતે કરો ઉપયોગ 


આ પણ વાંચો: Hair Care Tips: વાળમાં મહેંદી લગાડવાથી એક, બે નહીં થાય છે આ 7 નુકસાન, જાણી લો આજે


મુલતાની માટીના ફેસપેક અલગ અલગ રીતે બની શકે છે. તેમાં તમે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો જેમ કે મધ અને મુલતાની માટી, ટામેટું અને મુલતાની માટી, બટેટુ અને મુલતાની માટી વગેરે. મુલતાની માટીમાં દૂધ અને ગુલાબજળ પણ ઉમેરી શકાય છે. તમે તમારી અનુકૂળતા અનુસાર ઉપર જણાવ્યા ની વસ્તુઓ ઉમેરી મુલતાની માટીનો ફેસપેક બનાવી શકો છો. 


કેવી રીતે કરવો ફેસપેકનો ઉપયોગ? 


આ પણ વાંચો: Hair Fall: વાળને ખરતા અટકાવે છે આ યોગાસન, નિયમિત કરવાથી વાળ થાય છે કાળા અને લાંબા


સૌથી પહેલા એક ચમચી મુલતાની માટીને બાઉલમાં લઈ તેમાં હુંફાળું પાણી મિક્સ કરો. આ મિશ્રણમાં મધ, દૂધ, ટમેટાનો રસ, ગુલાબજળ વગેરે માંથી જે વસ્તુ તમને સૂટ કરતી હોય તે મિક્સ કરો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડો અને 10 થી 15 મિનિટ સુકાવા દો. જ્યારે પેસ્ટ બરાબર રીતે સુકાઈ જાય તો હુંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)