Korean glow: કોરિયન ગ્લો મેળવવા ચહેરા પર આ રીતે લગાવો ઓરેન્જ
Korean glow: જો તમને કોરિયન ગ્લાસ સ્કીન મેળવવાની ઈચ્છા હોય તો સંતરાનો આ ફેસપેક તમારા માટે બેસ્ટ સાબિત થશે. સંતરાને આ રીતે ચહેરા પર લગાડવાથી ખીલ, ડાર્ક સ્પોર્ટ સહિતની સમસ્યા દૂર થાય છે. સાથે જ ત્વચા પર દેખાતી ફાઈનલાઇન્સ પણ ઓછી કરવામાં મદદ મળે છે.
Korean glow: સંતરા વિટામીન સી સહિત અનેક ગુણથી ભરપૂર હોય છે. ખાસ કરીને ત્વચા માટે સંતરા ખૂબ જ લાભકારી છે. સંતરા સ્કિનને પોષણ પ્રદાન કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાની રંગત ખીલી જાય છે. ખાસ કરીને જો તમને કોરિયન ગ્લાસ સ્કીન મેળવવાની ઈચ્છા હોય તો સંતરાનો આ ફેસપેક તમારા માટે બેસ્ટ સાબિત થશે. સંતરાને આ રીતે ચહેરા પર લગાડવાથી ખીલ, ડાર્ક સ્પોર્ટ સહિતની સમસ્યા દૂર થાય છે. સાથે જ ત્વચા પર દેખાતી ફાઈનલાઇન્સ પણ ઓછી કરવામાં મદદ મળે છે.
આ પણ વાંચો:
Beauty Tips: રાત્રે સૂતા પહેલા કરી લો આ એક કામ, 7 જ દિવસમાં ત્વચાની વધી જશે રંગત
કરચલીઓ અને ખીલ 7 દિવસમાં થઈ જશે ગાયબ, તમાલપત્રનો આ રીતે ત્વચા પર કરો ઉપયોગ
Lemon And Salt: લીંબુ અને મીઠાનો ચહેરા પર આ રીતે કરો ઉપયોગ, 2 દિવસમાં ચમકી જશે ત્વચા
સંતરાનો ફેસપેક બનાવવા માટે એક સંતરા ની છાલ, ફ્રેશ એલોવેરા જેલ અને ગ્લિસરીન ની જરૂર પડશે. ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક સંતરાની છાલ અને થોડું પાણી ઉમેરો. તેને પાંચ મિનિટ ઉકાળો અને પછી ઠંડુ કરો. ત્યાર પછી તેમાં એલોવેરા જેલ ઉમેરો અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો. ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
તૈયાર કરેલો ફેસપેક લગાડતા પહેલા ચહેરાને બરાબર રીતે વોશ કરો. ત્યાર પછી ફેસપેકને બ્રશની મદદથી ચહેરા અને ગરદન પર લગાડો. 20 મિનિટ સુધી તેને સુકાવા દો. ત્યાર પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ અને સાફ કરી લેવો. સારું રિઝલ્ટ મેળવવા માટે અઠવાડિયામાં બે વખત આ ફેસપેક નો ઉપયોગ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)