Rice Water for Skin: કોરિયન યુવકો અને યુવતીઓની ત્વચામાં અલગ જ ચમક જોવા મળે છે. આવી ચમક દરેક વ્યક્તિ ઈચ્છે છે. આમ તો માર્કેટમાં ઘણા બધા મોંઘા પ્રોડક્ટ મળે છે જે સ્કીનના ડાઘ ધબ્બાને દૂર કરી ત્વચાને બેદાગ સુંદરતા આપવાનો દાવો કરે છે. પરંતુ આવા પ્રોડક્ટથી કેટલીક સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે અને તે મોંઘી પણ હોય છે તેથી દરેક વ્યક્તિને તેનો ઉપયોગ કરવો પરવડે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સવારે જાગીને ઠંડા પાણીથી ચહેરો ધોવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા મળે છે Instant Glow


એનો મતલબ એવો પણ નથી કે તમે કોરિયન યુવતીઓ જેવી સુંદરતા મેળવી ન શકો. તમને જાણીને નવાઈ લાગશે પણ જાપાનમાં 100 વર્ષથી પણ વધારે સમયથી ગ્લોઇંગ ત્વચા માટે ચોખાના પાણીનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ તરીકે કરવામાં આવે છે. અને આપણે ત્યાં જાણકારી ના અભાવના કારણે ચોખાના પાણીને ફેંકી દેવામાં આવે છે. ચોખાનું પાણી ઘરે સરળતાથી તૈયાર પણ કરી શકાય છે અને તેનો ઉપયોગ કરવાથી જબરદસ્ત ફાયદો જોવા મળે છે. 


ચોખાના પાણીથી થતા ફાયદા


આ પણ વાંચો: ટાલમાં પણ 1 મહિનામાં ઉગવા લાગશે નવા વાળ, અઠવાડિયામાં 2 વાર માથામાં લગાડો આ વસ્તુ


- ચોખાના પાણીનો ઉપયોગ કરવાથી ત્વચાનો રંગ લાઈટ થાય છે અને સ્કીન પર પડેલા કાળા ડાઘ ઓછા થાય છે. ચોખાના પાણીમાં એવા તત્વ હોય છે જે ત્વચાના રંગને લાઈટ કરે છે. 


- સૂર્યના પ્રકાશથી ત્વચાને જે નુકસાન થયું હોય છે તેને રીપેર કરવામાં ચોખાનું પાણી મદદ કરે છે. ચોખાના પાણીથી ત્વચામાં કોલેજન વધે છે. તેનાથી ત્વચા મુલાયમ રહે છે અને કરચલીઓ પડતી નથી. ત્વચા માટે ચોખાનું પાણી ત્વચા માટે એન્ટી એજિંગ સાબિત થાય છે. 


આ પણ વાંચો: પેટની લટકતી ચરબીને ઝડપથી ઓગળશે 1 ચમચી હળદર, જાણો કેવી રીતે અને કયા સમયે ખાવી હળદર


- જે લોકોની સ્કિન ડ્રાય હોય છે તેમના માટે ચોખાનું પાણી બેસ્ટ છે. તેનાથી ત્વચામાં સોફ્ટનેસ આવે છે. ડ્રાય સ્કીન હોય તો દિવસમાં બે વખત ચોખાના પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ડ્રાય અને ડેમેજ ત્વચા ઝડપથી રીપેર થાય છે. 


- એક્ઝીમા જેવી ત્વચાની સ્થિતિમાં પણ ચોખાનું પાણી મદદ કરે છે. ચોખાના પાણીની મદદથી આવી સમસ્યાઓને દૂર કરી શકાય છે..


કેવી રીતે તૈયાર કરવું ચોખાનું પાણી ? 


આ પણ વાંચો: How to Apply Perfume: આ જગ્યાએ પરફ્યુમ લગાડશો તો આખો દિવસ આવશે સુગંધ, જાણો સાચી રીત


ચોખાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી આ પાણીમાંથી ચોખાને કાઢીને પાણીને સ્પ્રે બોટલમાં સ્ટોર કરી લો. આ પાણીને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ પાણીને રોજ સ્કીન પર અપ્લાય કરો. 


સ્કીન માટે તમે ચોખાને ફર્મેન્ટ કરીને પણ તેનું પાણી સેવ કરી શકો છો. તેના માટે ચોખાને 30 મિનિટ પાણીમાં પલાળો અને પછી પાણીને ગાળી લો. હવે આ પાણીને ફ્રીજમાં રાખવાને બદલે એક કે બે દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર જ રાખો. પાણીમાંથી જ્યારે ખાટી સ્મેલ આવવા લાગે તો તેને બોટલમાં પેક કરી ફ્રિજમાં મૂકી દો. આ પાણીનો પણ ચહેરા પર ઉપયોગ કરી શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)