Bhringraj: રાત્રે પલાળી સવારે માથામાં લગાડો આ વસ્તુ, 20 મિનિટમાં મૂળમાંથી સફેદ થઈ જશે એકેએક વાળ
Bhringraj: આ માસ્કનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન પણ થતું નથી. કારણકે તેમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે કુદરતી હોય છે. કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ ન કરેલો હોવાથી આ માસ્ક કોઈપણ પ્રકારની આડઅસર પણ કરતું નથી. આ માસ્ક સફેદ વાળને કાળા કરે છે અને સાથે જ વાળનું ટેક્ષ્ચર પણ સુધારે છે. તો ચાલો તમને જણાવીએ સફેદ વાળને કાળા કરવાનો દેશી નુસખો કયો છે?
Bhringraj: માથામાં જો થોડા વાળ પણ સફેદ હોય તો લોકોની નજર સૌથી પહેલા માથામાં જ જાય છે. તેમાં પણ જો કોલેજ જવાની ઉંમરમાં માથામાં સફેદ વાળ દેખાવા લાગે તો લોકો મજાક પણ ઉડાડે છે. વાળ સફેદ થઈ જાય તેની પાછળ ફક્ત ઉંમર જ નહીં પરંતુ અન્ય પરિબળો પણ કામ કરતા હોય છે. આજના સમયમાં તો સ્ટ્રેસ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સના કારણે વાળ સફેદ થતા હોય છે. વાળને જરૂરી પોષણ ન મળે તેના કારણે પણ વાળ સફેદ થવા લાગે છે.
જે લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગ્યા હોય તેમણે શરૂઆતથી જ વાળને કલર કરવો નહીં. લાંબા સમય સુધી વાળને કલર કરવામાં આવે તો તેનાથી નુકસાન પણ થાય છે. જો થોડા થોડા વાળ સફેદ થવા લાગ્યા હોય તો વાળને મૂળમાંથી કાળા કેવી રીતે કરવા આજે તમને જણાવી દઈએ.
આ પણ વાંચો: ફેસવોશ કરતાં પહેલા આ વસ્તુથી ચહેરા પર કરો 5 મિનિટ માલિશ, ત્વચા પર વધશે નેચરલ ગ્લો
મૂળમાંથી સફેદ થવા લાગ્યા હોય તેવા વાળને કાળા કરવા માટે ભૃંગરાજ ઉપયોગી સાબિત થાય છે. ભૃંગરાજમાંથી એક હેર માસ્ક બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે તો 20 મિનિટમાં જ સફેદ થયેલા વાળ કાળા થઈ જાય છે.
આ માસ્કનો ઉપયોગ કરવાથી વાળને નુકસાન પણ થતું નથી. કારણકે તેમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે કુદરતી હોય છે. કેમિકલ યુક્ત વસ્તુઓનો ઉપયોગ ન કરેલો હોવાથી આ માસ્ક કોઈપણ પ્રકારની આડઅસર પણ કરતું નથી. આ માસ્ક સફેદ વાળને કાળા કરે છે અને સાથે જ વાળનું ટેક્ષ્ચર પણ સુધારે છે. તો ચાલો તમને જણાવીએ સફેદ વાળને કાળા કરવાનો દેશી નુસખો કયો છે?
આ પણ વાંચો: Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
વાળને કાળા કરવા માટે જે માસ્ક તૈયાર કરવાનું છે તેના માટે એક ચમચી ભૃંગરાજ પાવડર, એક ચમચી આમળા પાવડર અને એક લોઢાના વાસણની જરૂર પડશે. હવે આ માસ્ક બનાવવા માટે એક લોઢાના વાસણમાં આમળાનો પાવડર અને ભૃંગરાજ પાવડરને મિક્સ કરો. હવે તેમાં આવશ્યકતા અનુસાર પાણી ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવવો. હવે આ પેસ્ટને આખી રાત લોઢાના વાસણમાં જ રાખી મૂકો. સવારે જોશો તો આ પેસ્ટ એકદમ કાળી થઈ ગઈ હશે. હવે આ પેસ્ટને બ્રશની મદદથી વાળમાં સારી રીતે લગાડો. 20 મિનિટ સુધી આ હેર પેકને વાળમાં લગાડી રાખો અને પછી હેર વોશ કરી લો. એકવારમાં જ સફેદ વાળ કાળા થઈ જશે.
આ પણ વાંચો: Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
ભૃંગરાજથી થતા અન્ય ફાયદા
આ હેર માસ્ક લગાડવાથી વાળ મૂળમાંથી કાળા થઈ જાય છે. તેની સાથે જ જે લોકોને વાળમાં ખોડાની સમસ્યા હોય તેમને પણ આ હેરમાસ્ક ફાયદો કરે છે. આ હેર માસ્ક લગાડવાથી વાળ સોફ્ટ અને ચમકદાર રહે છે. વરસાદી વાતાવરણમાં આ હેર માસ્ક વાળને સૌથી વધુ ફાયદો કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)