White Hair: સફેદ વાળને કાળા કરવા પાણી સાથે મિક્સ કરી લગાડો આ વસ્તુઓ, એકવારમાં જ દેખાવા લાગશે ફરક
White Hair: જો તમે પણ વાળની ડેમેજ કર્યા વિના સફેદ વાળનો ગ્રોથ અટકાવવા માંગો છો તો આજે તમને સફેદ વાળને કાળા કરવાનો નેચરલ રસ્તો જણાવીએ. એક વખત તમે આ વસ્તુઓનો ઉપયોગ શરૂ કરશો તો પછી ક્યારેય કેમિકલવાળા કલરને હાથ પણ નહીં લગાડો.
White Hair: કોલેજ જવાની ઉંમરમાં જો માથાના વાળ સફેદ થવા લાગે તો ચિંતા કરવાની બદલે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને સફેદ વાળને કાળા કરો. ઘરેલુ નુસખાની મદદથી સફેદ વાળને કાળા કરશો તો નુકસાન થવાની સંભાવના ઓછી રહેશે. કારણ કે ઘરમાં રહેલી વસ્તુઓથી આડઅસર થતી નથી. સાથે જ વાળને જરૂરી પોષણ પણ મળે છે જેથી સફેદ વાળનો ગ્રોથ અટકે છે. આ પ્રકારની વસ્તુઓ વાળમાં ચમક પણ વધારે છે. જો તમે પણ વાળની ડેમેજ કર્યા વિના સફેદ વાળનો ગ્રોથ અટકાવવા માંગો છો તો આજે તમને સફેદ વાળને કાળા કરવાનો નેચરલ રસ્તો જણાવીએ. એક વખત તમે આ વસ્તુઓનો ઉપયોગ શરૂ કરશો તો પછી ક્યારેય કેમિકલવાળા કલરને હાથ પણ નહીં લગાડો.
સફેદ વાળને કાળા કરવાનો ઘરેલુ નુસખો
આ પણ વાંચો: Long Hair: લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ
આખા માથાના સફેદ વાળને એકવારમાં કાળા કરવા હોય તો તેના માટે તમને ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની જરૂર પડશે. આ વસ્તુઓ પર વધારે ખર્ચ પણ નહીં થાય. ખૂબ જ ઓછા ખર્ચે ઘરમાં જ તમે સફેદ વાળને કાળા કરી શકો છો. તો ચાલો ફટાફટ જાણી લો તેના માટે તમારે શું કરવાનું છે.
સફેદ વાળને કાળા કરતું હેર માસ્ક
આ પણ વાંચો: તડકા અને પરસેવાના કારણે નિસ્તેજ થયેલા ચહેરા પર તુરંત આવશે ગ્લો, ટ્રાય કરો આ ફેસ પેક
સૌથી પહેલા એક લોઢાના વાસણમાં પાણી ઉમેરો અને તેને ગરમ કરો. હવે આ પાણીમાં બે ચમચી ચા પત્તી અને ત્રણ નાની ચમચી કોફી પાવડર ઉમેરો. બંને વસ્તુને સારી રીતે ઉકાળવા દો અને પછી ગેસ બંધ કરી લોઢાની કડાઈને ગેસ પરથી નીચે ઉતારી લો. પાણી થોડું ગરમ હોય ત્યારે તેમાં બે મોટી ચમચી મહેંદી પાવડર અને એક મોટો ચમચો આમળા પાવડર ઉમેરો. બંનેને સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં એક ચમચી દહીં અને એક ચમચી કલોંજીનો પાઉડર મિક્સ કરી દો. હવે આ મિશ્રણને આખી રાત ઢાંકીને રાખો. સવારે આ હેર પેકને માથામાં સારી રીતે લગાડો અને બે કલાક સુધી રાખો.
આ પણ વાંચો: Beauty Hacks: ઊલમાંથી ચૂલમાં પડશો... જો સમજ્યા વિના અજમાવશો આવા બ્યુટી હૈક્સ
બે કલાક પછી વાળને સાદા પાણીથી સાફ કરી લો. આ હેરમાસ્ક લગાડ્યા પછી તુરંત શેમ્પૂ કરવું નહીં. ફક્ત વાળમાંથી હેર માસ્ક દૂર થાય એ રીતે વાળને ક્લીન કરી લેવા. હેર માસ્ક લગાડ્યાના બીજા દિવસે વાળ ધોવા.
જે લોકોના વાળ સફેદ થવા લાગ્યા હોય તેઓ આ હેર માસ્કનો ઉપયોગ કરી શકે છે. જો વધારે સફેદ હોય તો અઠવાડિયામાં એક વખત આ હેરમાસ્ક લગાડવું અને જો થોડા જ વાળ સફેદ હોય તો 15 દિવસે એક વખત આ હેર માસ્ક લગાડી લેવું. આ હેર માસ્ક થી વાળમાં કુદરતી ચમક પણ વધે છે.
આ પણ વાંચો: ગરમીના દિવસોમાં પ્રાઈવેટ પાર્ટમાંથી આવતી દુર્ગંધને દુર કરવા અજમાવો આ ઘરેલુ નુસખા
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)