નવી દિલ્હીઃ હંમેશા લોકો જ્યારે કોઈ શહેરમાં ફરવા કે કોઈ કામથી જાય છે ત્યારે 24 કલાક પ્રમાણે રૂમ બુક કરે છે. પરંતુ ઘણીવાર એવું હોય છે કે આપણે એક જગ્યાએ માત્ર થોડી કલાકો આરામ કરી આગળ નિકળવાનું હોય છે કે માત્ર ફ્રેશ થવા માટે રૂમની જરૂર હોય છે. તેમ છતાં ભાડું આખા દિવસનું લેવામાં આવે છે. પરંતુ સૌથી સારી વાત છે કે એક એવી એપ ઉપલબ્ધ છે, જેમાં તમે માત્ર કલાકો માટે રૂમ બુક કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા ભાગના લોકો જ્યારે બહાર જાય છે તો સસ્તામાં રૂમ ખરીદવા માટે Oyo ની મદદ લે છે. પરંતુ બજારમાં  Hourly Rooms નામથી એક એપ હાજર છે. તેનાથી ગ્રાહક 3, 6, 9 અને 12 પ્રમાણે રૂમ બુક કરી શકે છે. એપ સિવાય આ પ્લેટફોર્મ વેબસાઇટ તરીકે પણ ઉપલબ્ધ છે. તેની સ્થાપના 25 સપ્ટેમ્બર 2020ના થઈ હતી અને તેના ફાઉન્ડર ઉમેશ પાટિલ છે. 


આ પણ વાંચોઃ વજન ઘટાડનાર અસરકારક મેજિક ડ્રિંક, સવારે ખાલી પેટ પીવો તો થશે ડબલ અસર


કેટલું હોય છે ભાડું?
આ પ્લેટફોર્મ ઇકોનોમી બજેટ અને પ્રીમિયમ કેટેગરીમાં હોટલ ઓફર કરે છે. સાથે કસ્ટમર્સને કપલ ફ્રેન્ડલી, ડિવોટી સ્પેશિયલ, ટ્રાવેલર્સ અડ્ડા જેવા ફિલ્ટર્સ પણ સિલેક્ટ કરવાનો વિકલ્પ આપે છે. આ હોટલનું ત્રણ કલાકનું ભાડું લગભગ 600 રૂપિયા, 6 કલાકનું 8 રૂપિયા જેટલું હોય છે. તમે તેના મોંઘા રૂમ પણ લઈ શકો છો. 


ફિલ્ટર્સમાં કસ્ટમર્સને અહીં 1 સ્ટાર, 2 સ્ટાર, 3 સ્ટાર, 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલનો વિકલ્પ મળી જશે. સાથે ફેસેલિટી માટે પણ ઘણા ફિલ્ટર્સ છે. આ કંપનીની સેવાઓ દેશના 100 શહેરોમાં મળી રહી છે. ગુજરાતમાં અમદાવાદમાં આ કંપની સેવા આપી રહી છે. આ સિવાય મુંબઈ, ઠાણે, નાશિક, દિલ્હી જેવા શહેરોમાં પણ સેવા ઉપલબ્ધ છે.