April Fool's Day 2024: 1લી એપ્રિલ, વર્ષનો એ દિવસ છે જ્યારે તમે તમારા મિત્રો અને પરિવારની સાથે મજેદાર મઝાક કરી શકો છો અને તેમને મૂર્ખ બનાવી શકો છો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એપ્રિલ ફૂલ ડેની શરૂઆત કેવી રીતે થઈ? આવો જાણીએ આ રસપ્રદ તહેવારના ઈતિહાસ અને પરંપરાઓ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસની શરૂઆત વિશે ઘણી કહાનીઓ છે. એક કહાની અનુસાર, 1582માં ફ્રાન્સમાં જૂલિયન કેલેન્ડર દ્વારા ગ્રેગોરિયન કેલેન્ડર સાથે બદલી નાંખવામાં આવ્યું હતું. આ ફેરફારને કારણે નવા વર્ષનો દિવસ 1 જાન્યુઆરીથી 1 એપ્રિલ સુધી બદલાઈ ગયો. કેટલાક લોકો આ પરિવર્તનને સ્વીકારી શક્યા નહીં અને 1 એપ્રિલને નવું વર્ષ ગણવાનું શરૂ કર્યું. આ લોકો "એપ્રિલ ફૂલ" તરીકે ઓળખાવા લાગ્યા. અન્ય એક કહાની અનુસાર, 16મી સદીમાં ઈંગ્લેન્ડમાં 1 એપ્રિલે 'હોક્સ ડે' ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે લોકો એકબીજા સાથે જુઠ્ઠું બોલે છે અને મજાક કરે છે.


આ દિવસે કેમ બોલાય છે જૂઠ?
આ દિવસ પાછળ અનેક માન્યતાઓ રહેલી છે. એક માન્યતા અનુસાર આ દિવસે જૂઠ્ઠું બોલી દુષ્ટ આત્માઓને ભગાડવામાં આવે છે. બીજી માન્યતા અનુસાર આ દિવસે જૂઠું બોલીને લોકોને ખુશ અને હસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કે, 1 એપ્રિલ એ માત્ર જૂઠું બોલવાનો દિવસ નથી, તે હાસ્ય અને મસ્તીનો દિવસ પણ છે. આ દિવસે લોકો એકબીજાને હસાવવા માટે તેમની રચનાત્મકતાનો ઉપયોગ કરીને એકબીજાને હસાવે છે.


મિત્રોને એપ્રિલ ફૂલ બનાવવાની 5 મજેદાર રીત


1. તમારી ગાડી ખરાબ થઈ ગઈ છે 
આ એક ક્લાસિક એપ્રિલ ફૂલ ડે પ્રેંક છે. તમારા મિત્રને તમારી કાર પાસે લઈ જાઓ અને ડોળ કરો કે ટાયર પંચર થઈ ગયું છે અથવા કોઈ અન્ય સમસ્યા છે. તેની પ્રતિક્રિયા જોવા જેવી રહેશે.


2. તમારા ફોન પર મેસેજ આવ્યો છે
તમારા મિત્રને એક ફેક મેસેજ મોકલો જે તેણે મૂર્ખ બનાવી દે. એક રમુજી મજાક, કેટલાક અજીબ સમાચાર અથવા આશ્ચર્યજનક હોઈ શકે છે.


3. તમારા વાળમાં કંઈક ફસાઈ ગયું છે
આ એક સરળ પણ અસરકારક પ્રેંક છે. તમારા મિત્રને કહો કે તેમના વાળમાં કંઈક ફસાઈ ગયું છે અને જ્યારે તેઓ તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે હસો.


4. તમને નોકરી મળી ગઈ છે
જો તમારો મિત્ર નોકરી શોધી રહ્યો હોય તો આ એક સરસ મજાક છે. તેમને નકલી નોકરીની ઓફર મોકલો અને તેમનો પ્રતિભાવ જુઓ.


5. તમારી લોટરી લાગી ગઈ છે
આ બીજી એક સરસ મજાક છે જે તમારા મિત્રને ખુશ કરશે. તેમને કહો કે તેઓ લોટરી જીતી ગયા અને જ્યારે તેઓ ઉત્સાહિત થાય, ત્યારે સત્ય જણાવો.