જ્યોતિષ શાસ્ત્રમાં લીંબુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ તાંત્રિક પૂજામાં થાય છે અને મેલી વિદ્યામાં પણ તેનો ઉપયોગ થાય છે. આ સિવાય સામાન્ય માણસ પોતાની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લીંબુનો ઉપયોગ જાદુ-ટોણામાં કરે છે. લીંબુનું વિશેષ મહત્વ છે અને તેનો ઉપયોગ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે થાય છે. ઘણા લોકો સકારાત્મક ઉર્જા માટે ઘરની બહાર દરવાજા પર લીંબુ લટકાવતા હોય છે.આ સિવાય બ્યુટી ટ્રીટમેન્ટ અને કિચનમાં પણ તેનો ઉપયોગ થાય છે. સાથે જ ઘણા લોકો મેલી વિદ્યાથી પોતાની સમસ્યાઓથી છુટકારો મેળવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ નજરથી દૂર કરવા માટે
જો ઘરના કોઈપણ વ્યક્તિને નજર લાગે છે, તો તેની  નજર દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કરી શકાય છે. સૌ પ્રથમ એ વ્યક્તિના માથાથી લઈને પગ સુધી સાત વાર નજર ઉતારો અને તે લીંબુના ચાર ટુકડા કરીને તેને ચારે દિશામાં નિર્જન જગ્યાએ ફેંકી દો અને પછી પાછું વળીને ના જુઓ. 


બીમારીથી છૂટવા માટે
જો કોઈ બીમાર વ્યક્તિ દવા પછી પણ સ્વસ્થ નથી થતો. તેના માથા પર સાંજે સાત વાર લીંબુ ફેરવો. આ પછી, ધીમે ધીમે શરીર સાથે છરીને સ્પર્શ કરતી વખતે, લીંબુને વચ્ચેથી કાપી નાખો. ત્યારબાદ લીંબુને ઉંધી દિશામાં ફેંકી દો, દર્દી સાજો થઈ જશે.


20 વર્ષ પહેલા આ અભિનેત્રીએ કહ્યું હતું કે 'કાં તો સેક્સ વેચાય કાં શાહરૂખ ખાન'


પ્રેગ્નેન્સીની ખબરો વચ્ચે ફરી ઢીલા જેકેટમાં દેખાઈ કેટરિના કૈફ, જુઓ Video


કામમાં સફળતા માટે
જો કોઈ વ્યક્તિને કોઈ કામમાં વારંવાર નિષ્ફળતા મળી રહી હોય તો તેણે રવિવારે એક લીંબુમાં ચાર લવિંગ લગાવીને 'ઓમ શ્રી હનુમતે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. પછી આ લીંબુને તમારી સાથે લઈ જાઓ અને તમારા બધા કામ પૂર્ણ થઈ જશે.


વેપારમાં ગતિ માટે
જો કોઈ વ્યક્તિના ધંધામાં અડચણ આવી રહી હોય અને ધંધો અટકી ગયો હોય તો તેણે પોતાના ધંધાના સ્થળ પર પાંચ લીંબુ કાપીને પીળી સરસવ અને મુઠ્ઠીભર કાળા મરી સાથે રાખવા જોઈએ. બીજા દિવસે દુકાન ખોલતી વખતે આ બધી સામગ્રીને નિર્જન જગ્યાએ ફેંકી દેવાથી ઘણો ફાયદો થશે.


આ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી બદલાઈ જાય છે રંગ, લોકો કહે છે આ તો ચમત્કાર!


લોકસભાની 60 બેઠકો જીતવા મોદીએ આ મોરચાને કામે લગાડ્યો


ખરાબ કિસ્મતને જગાવવા માટે
જો કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે, તેમ છતાં નસીબ તેનો સાથ નથી આપતું, તો તેણે તેના માથા પરથી લીંબુને સાત વખત ઉતારી લેવું જોઈએ, તે પછી, લીંબુના બે ટુકડા કરો અને તેને વિરુદ્ધ દિશામાં ફેંકી દો. આનો લાભ મળશે.


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube