નજર દોષ વ્યક્તિના જીવનને ભૂંડી રીતે તબાહ કરી નાખે છે. તેના લીધે સારો ચાલતો બિઝનેસ અને રોજગાર પણ ઠપ્પ થઇ જાય છે. કોઇપણ કામની પ્રગતિમાં અડચણો ઉભી થવા લાગે છે. માન્યતા છે કે કોઇપણ વ્યક્તિની નજર વ્યક્તિના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી કરી દે છે. મકાન, વાહન, દુકાન અને ખાવા પીવાની વસ્તુઓ, તમામ વસ્તુઓ ખરાબ નજરથી પ્રભાવિત થવા લાગે છે. આવો જાણીએ નજર દોષ દૂર કરવાના કેટલાક ખાસ ઉપાય વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુરી નજરથી બચવાના ઉપાય
- જો તમને લાગે કે તમારા બાળકને કોઈ વ્યક્તિની નજર લાગી છે, તો તરત જ બાળકના માથા પર હાથ ફેરવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી નજર દોષ ઉતરી જાય છે.


એવું માનવામાં આવે છે કે જો ઘરના કોઈ સભ્યને નજર લાગી ગઇ હોય અથવા ઘરને નજર લાગી હોય તો સુંદરકાંડનો નિયમિત પાઠ કરવો જોઈએ. તેમજ ઘરમાં અગરબત્તી પ્રગટાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.


- જો કોઈ બાળકને નજર લાગી ગઇ છે. જો તે સતત રડતો હોય અથવા સ્વભાવે ચિડીયો થઇ ગયો હોય તો તેના માટે તાંબાના વાસણમાં તાજા ફૂલ મુકો અને તેને બાળકના માથા પરથી 11 વાર ઉતારી દો. એવું કહેવાય છે કે આમ કરવાથી નજર દોષ દૂર થઈ જાય છે.


- જો તમારા ચાલતા બિઝનેસને કોઇ નજર લાગી ગઇ છે, તો બિઝનેસના સ્થળ પર લાલ રંગના હનુમાનજીનો ફોટો લગાવી દો. અને નિયમિત રૂપથી તેને લાલ રંગના ફૂલ અપ્રિત કરો. સાથે જ ધંધાના સ્થાન પર શંખમાં જળ ભરીને છાંટો. આમ કરવાથી ફરીથી ધંધો રોજગાર રેસ પકડશે અને દોડવા લાગશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube