આ ફળની છાલ માત્ર 3 મિનિટમાં બનાવશે મોતી જેવા સફેદ દાંત, પૈસા ખર્ચ્યા વગર જ દાંત પરથી પીળાશ થશે દૂર
Home Remedies For yellow Teeth: કેળાની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે જે દાંતની સફેદી વધારવામાં મદદ કરે છે. આ સિવાય તે પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જે દાંતના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. તેમજ કેળાની છાલમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે, જે દાંતને મજબૂત બનાવે છે.
Home Remedies For yellow Teeth: કેળા એક એવું ફળ છે જેને આપણે આપણી ડાઈટમાં જરૂર સામેલ કરીએ છીએ. કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન સી અને વિટામિન એ જેવા પોષક તત્વો હોય છે, જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. દિવસની શરૂઆતમાં 1 થી 2 કેળા ખાવાથી તમે આખો દિવસ તમારા શરીરમાં ઉર્જા રહે છે. આ ઉપરાંત તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે તમને વધુ પડતું ખાવાથી રોકે છે. એક રીતે, તે તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ સિવાય કેળાની છાલ જેને આપણે નકામી ગણીને ફેંકી દઈએ છીએ તે ગંદા અને પીળા દાંતને કુદરતી રીત સફેદ અને ચમકદાર બનાવે છે. જી હા, જો તમે તેનો નિયમિત ઉપયોગ બ્રશની જેમ કરો છો, તો તમે ધીમે-ધીમે તેના ફાયદા મેળવી શકો છો. અહીં અમે દાંત સાફ કરવા માટે કેળાની છાલનો ઉપયોગ કરવાની 3 રીતો જણાવી રહ્યા છીએ.
21 દિવસ સુધી રોજ પીવો આ પાનનું જ્યુસ, ડાયાબિટીસ સહિત આ 3 બીમારીઓ રહેશે અંડરકંટ્રોલ!
કેળાની છાલથી દાંત કેવી રીતે સાફ કરવા
સૌ પ્રથમ તમે મીડિયમ આકારના 2 છાલ લો. હવે તેમાંથી ચમચીની મદદથી પલ્પ બહાર કાઢી લેવાનો છે. ત્યારબાદ પલ્પને એક બાઉલમાં સારી રીતે મેશ કરી લેવાનો છે. હવે તેમાં અડધી ચમચી સફેદ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી તમારે તેમાં લીંબુનો રસ મિક્સ કરવાનો છે અને છેલ્લે તમે દરરોજ જે પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તેને પણ તેમાં સારી રીતે મિક્સ કરવાની છે. હવે તમારે તૈયાર કરેલી પેસ્ટને 5 મિનિટ માટે છોડી દેવાની છે, જેથી તેમાં વપરાયેલી બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય.
કેવી રીતે ઉપયોગ કરવો
તમારે આ પેસ્ટને બ્રશ પર લેવાની છે અને પછી તેને તમારા દાંત પર હળવા હાથે ઘસો. તેને વધારે દબાણથી દાંત પર ઘસો નહીં. તમારે એવી જગ્યાઓ પર સારી રીતે ઘસવું જોઈએ જ્યાં ગુટખાના નિશાન હોય અથવા વધુ પડતા પીળાશ હોય. હવે તમારે પાણીથી સારી રીતે કોગળા કરી લેવાના છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ પેસ્ટને પેઢા પર ન લગાવવી જોઈએ. બીજું, જો તમે બ્રશનો ઉપયોગ કરવા નથી માંગતા, તો તમે તેને આંગળીઓની મદદથી તમારા દાંત પર પણ લગાવી શકો છો. આ પદ્ધતિ પણ એટલી જ અસરકારક રહેશે.
ખરતા અને નબળા વાળ માટે આ પાણી છે 'વરદાન', આ રીતે કરો તેનો ઉપયોગ
કેળાની છાલનો બીજો ઉપયોગ
સૌ પ્રથમ તમારે તેને સાદા પાણીથી ધોઈ લેવાની છે. પછી તમારે કેળાની છાલનો ટુકડો લઈને તેને તમારા દાંત પર ઘસો. આ ઉપાય તમે દિવસમાં બે વાર લગાવી શકો છો. જો તમે દિવસ દરમિયાન આ કરી શકતા નથી, તો રાત્રે સૂતા પહેલા કેળાની છાલને તમારા દાંત પર સારી રીતે ઘસો અને સાદા પાણીથી મોં સાફ કરો અને સૂઈ જાઓ. આ તમારા મૌખિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે.
જો તમે આ બે કેળાની છાલની રેસિપી અપનાવો છો, પછી ભલે તમને શ્વાસની દુર્ગંધ હોય, પેઢામાંથી લોહી આવવું, દાંત પીળા પડવા સહિત દાંતની દરેક સમસ્યાથી 1 અઠવાડિયામાં રાહત મેળવી શકો છો.
કેમ ફાયદાકારક છે કેળા અને તેની છાલ?
કેળાની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે જે દાંતની સફેદી વધારવામાં મદદ કરે છે. આ સિવાય કેળા કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જે દાંત પરના ડાઘ દૂર કરવામાં અને સફેદી વધારવામાં મદદ કરે છે. કેળાની છાલમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે દાંતને મજબૂત બનાવે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.