નવી દિલ્હી: Belly Fat સરળતાથી ઘટતું નથી. તેના માટે ખાવા-પીવામાં ફેરફારથી લઇને તમે અઘરામાં અઘરી એક્સરસાઈઝ પણ ટ્રાય કરો છો. પરંતુ તેમ છતાં માટલાની જમ વધતું પેટ ઘટતું નથી. કેટલાક લોકો પાસે એક્સરસાઈઝનો સમય નથી હોતો. કેટલાક એવા પણ છે, જે ખાવાપીવામાં ફેરફાર કરી શકતા નથી. વધતા પેટ અને કમરનો આકાર કપડાના સિલેક્શનમાં પણ ફેરફાર કરી દે છે. પેટના કારણે તમે ઢીલા ઢીલા કપડા પહેરવા લાગો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં અમે તમારા માટે એક એવી એક્સરસાઈઝ લાવ્યા છીએ, જે કરવી ખુબજ સરળ છે. સ્નાન પહેલા, લંચ પહેલા અથવા રાત્રી ડિનર પહેલા... તમે આ એક્સરસાઈઝને ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકો છો.


તેની અસર તમને તમારા બેલી ફેટ પર જોવા મળશે, સાથે તમારી બોડી શેપમાં પણ ફેરફાર જોવા મળશે. કમર પાતળી થવા લાગશે. તેની અસર જલદી જોવા મળશે.


આ એક એક્સરસાઈઝથી મેળવો પાતળી કમર અને બેલી
તમે પુશઅપ વિશે સાંભળ્યું હશે. બેલી ફેટ પર તેની અસર ખુબ જ જલદી થાય છે, પરંતુ જો આ એક્સરસાઈઝ પણ મુશ્કેલ લાગે છે તો તમે પ્લેન્ક કરો. તેને નીચે આપેલા સ્ટેપ્સમાં સમજો, તેને કેવી રીતે કરી શકાય છે.


1. Plank શરૂ કરવા માટે જમીન પર પેટના ભાગે સુઈ જાઓ. ત્યારબાદ પગની આંગળીઓ હાથની તાકાત પર આવી જાઓ.


[[{"fid":"379981","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


2. પીઠ અને ગરદન એકદમ સીધી રાખો.


આ પોઝિશનમાં તમારે 20, 30, 40, અને 60 સેકન્ડ સુધી રાખો. આ ખુબ જ સરળ એક્સરસાઈઝ છે અને તમે આ એક્સરસાઈઝ ક્યારે પણ કરી શકો છો. થોડા દિવસની અંદર તમને તેની અસર જોવા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube