Beauty Tips: સ્કિનથી લઈને વાળ સુધી Glycerin ના છે અનેક ફાયદા, જાણી લો તો ફોરએવર રહેશો યંગ
તમે એ તો જાણતા જ હશો કે, ગ્લિસરીનનો કલાકારો ખૂબ જ ઉપયોગ કરે છે. તેને લગાવવાની આંખમાંથી આંસુ નિકળે છે. આ ગ્લિસરીન ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે એ તો જાણતા જ હશો કે, ગ્લિસરીનનો કલાકારો ખૂબ જ ઉપયોગ કરે છે. તેને લગાવવાની આંખમાંથી આંસુ નિકળે છે. આ ગ્લિસરીન ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે. જો તમે રોજ ગ્લિસરીન અને ગુલાબજળનો ઉપયોગ કરો છો તો તમને ક્યારેય એન્ટી એજિંગ પ્રોડક્ટ્સની જરૂર નહીં પડે. ગ્લિસરીમાં રહેલા એન્ટી એજિંગ ગુણ સ્કિનને પોષણ આપે છે. જેથી તમારી ત્વચા યુવાન જ રહે છે.
ડ્રાયનેસને કરે છે દૂર:
ગ્લિસરીન મોઈશ્ચરાઈઝિંગ હોય છે. એટલે કે સુકી ત્વચા માટે ખૂબ જ ફાયદો કરાવે છે. એના માટે તમારે એક ચમચી ગ્લિસરીનમાં એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. જેને ચહેરા અને બૉડી પર લગાવો. થોડીવાર રહેવા દઈને ધોઈ નાખો. આ પેકનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે.
ગરદનને ચમકાવશે:
ગરદનનું કાળાપણું દૂર કરવા માટે ગ્લિસરીન ખૂબ જ ઉપયોગી છે. આ માટે બે ચમચી ગ્લિસરીન અને બે ચમચી બેસનમાં લીંબૂ અને ગુલાબ જળ નાખો..થોડી હળદર મિક્સ કરી પેસ્ટ બનાવી ગરદન પર લગાવો. સુકાઈ જાય એટલે ધોઈ નાખો. આ પેકને નિયમિત લગાવવાથી ગરદન પરની કાળાશ દૂર થઈ જશે.
Maldives માં મજા માણતી દેખાઈ Bollywood ની Bikini Beauties, આ રૂપસુંદરીઓના સેક્સી Photos જોશો તો બધું જ ભૂલી જશો
ઘૂંટણ અને કોણીની કાળાશ કરશે દૂર:
ઉનાળાની સિઝનમાં સૌ કોઈને શોર્ટ અને સ્લીવલેસ ડ્રેસ પહેરવા હોય છે. પરંતુ ઘૂંટણ અને કોણી કાળા હોય તો શરમ આવે છે. આ માટે પણ ગ્લિસરીન તમારી મદદ કરી શકે છે. તમારે માત્ર લીંબૂ પર ગ્લિસરીનના કેટલાંક ટીપાં નાખીને તને રગડવાનું છે. એટલું જ સૂતા પહેલા ફાટેલી એડી પર પણ તમે તેનો યૂઝ કરી શકો છો.
Photos: ભારતના તે 5 શહેર, જેમના નામ રાક્ષસોના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો રોચક ઈતિહાસ
બેદાગ ત્વચા:
ગ્લિસરીનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ત્વચાના ડાઘ-ધબ્બા અને ખીલને ઓછા કરે છે. જો તમે તેનો રોજ ઉપયોગ કરો તો તમારા ચહેરા પર કોઈ જ ડાઘ નહીં રહે. તેના માટે તમારે લીંબૂની છાલ પર ગ્લિસરીન લગાવીને રગડવાનું છે. નિશાન ધીમે ધીમે ઓછા થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube