નવી દિલ્હીઃ બજારમાંથી જ્યારે તમે પેકેટવાળી કોઈ વસ્તુ જેમ કે- દવાઓ, બિસ્કિટ, દૂધ, દહીં કે બ્યૂટી પ્રોડક્ટ્સ લાવો છો તો તેમાં તેની એક્સપાયરી ડેટ લખેલી હોય છે, તો કેટલાક પેકેટ પર બેસ્ટ બિફોર લખેલું હોય છે. પરંતુ શું તમે જાણો છો આ બંને વચ્ચે શું અંતર હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં મોટા ભાગના લોકો એક્સપાયરી ડેટ વિશે જાણે છે. પરંતુ બેસ્ટ બિફોર અને યૂઝ બાય ડેટ વિશે બધુ જાણતા નથી. મોટા ભાગના લોકોને લાગે છે કે આ બંને વસ્તુનો મતલબ પણ એક્સપાયરી ડેટ જ હોય છે. જ્યારે તેવું નથી. દરેક વસ્તુનો અલગ-અલગ મતલબ છે. 


પહેલા એક્સપાયરી ડેટ સમજો
એક્સપાયરી ડેટ મતલબ કોઈ પ્રોડક્ટની તે તારીખ ત્યારબાદ તે ઉપયોગ કરવા લાયક રહેતી નથી. એટલે કે કોઈ ખાવાની વસ્તુ પર 20 જૂન એક્સપાયરી ડેટ લખેલી છે તો તમે 20 જૂન બાદ તે વસ્તુનો ઉપયોગ ન કરી શકો. જો તમે પણ એક્સપાયરી ડેટ બાદ તે વસ્તુનો ઉપયોગ કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને એક્સપાયરી ડેટ બાદ દવાઓનો ઉપયોગ ન કરો. આમ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. તો ડેરી પ્રોડક્ટ્સ સાથે પણ આ નિયમ લાગૂ થાય છે. 


બેસ્ટ બિફોર અને યૂઝ બાય
બેસ્ટ બિફોર અને યૂઝ બાય મોટા ભાગે ખાવાની વસ્તુના પેકેટ પર લખેલું હોય છે. બેસ્ટ બિફોર કોઈ વસ્તુની ક્વોલિટી ઈન્ડિકેટર હોય છે. એટલે કે જો તમે કોઈ વસ્તુને બેસ્ટ બિફોર ડેટ બાદ ખાવ છો તો તેમાં તમને તે સ્વાદ અને પોષક તત્વો નહીં મળે જે બેસ્ટ બિફોર ડેટ પહેલા મળત. તો યૂઝ બાય ડેટ તે વસ્તુ પર લખેલું હોય છે, જે થોડા દિવસમાં ખરાબ થઈ જાય છે. જેમ- દૂધ, દહીં કે બ્રેડના પેકેટ પર તમને યૂઝ બાય ડેટ જોવા મળે છે. એટલે કે કોઈ વસ્તુ આજે બની છે તો આગામી 4 દિવસમાં તેનો ઉપયોગ કરી શકાય છે તો તેમાં યૂઝ બાયનો પ્રયોગ કરવામાં આવે છે. તેથી હવે તમે પેકેટ પર લખેલી આ વસ્તુઓ જોવા મળે તો કન્ફ્યુઝ ન થતાં.