Skin Care: નાળિયેર તેલનો ઉપયોગ વર્ષોથી ભારતીય ઘરોમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. નાળિયેર તેલનો ઉપયોગ કોઈપણ વસ્તુમાં કરી શકાય છે. મોટાભાગના લોકો નાળિયેર તેલનો ઉપયોગ વાળ પર જ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ત્વચા પર પણ નાળિયેર તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક છે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાળિયેર તેલ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. નાળિયેર તેલમાં એવા તત્વ હોય છે જે ત્વચાની સુંદરતા અને કુદરતી ગ્લોને વધારે છે. ચાલો તમને આજે નાળિયેર તેલથી ત્વચાને થતા ફાયદા વિશે જણાવીએ. 


આ પણ વાંચો:  Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો


ડ્રાય સ્કીન માટે વરદાન 


ઘણા લોકોની ત્વચા ખૂબ જ ડ્રાય હોય છે. ડ્રાય ત્વચા ધરાવતા લોકો માટે નાળિયેર તેલ વરદાન છે. નાળિયેર તેલ નેચરલ મોસ્ચ્યુરાઈઝર જેવું કામ કરે છે. તેમાં રહેલા ફેટી એસિડ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખવામાં મદદ કરે છે જેના કારણે ત્વચા કોમલ અને મુલાયમ બની રહે છે. 


ત્વચા દેખાશે યુવાન 


નાળિયેર તેલમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને ફ્રી રેડીકલથી થતા નુકસાનથી બચાવે છે. તેનાથી ત્વચાની કોશિકાઓ સ્વસ્થ રહે છે અને ત્વચા પર પ્રાકૃતિક ચમક દેખાય છે. નિયમિત રીતે ચહેરા પર નાળિયેર તેલ લગાડવાથી ત્વચાનો રંગ પણ સાફ થાય છે અને ત્વચા યુવાન દેખાય છે. 


આ પણ વાંચો:  Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર


ઇન્ફેક્શનથી બચાવે છે 


વરસાદી વાતાવરણમાં ઘણી વખત સ્કીન ઇન્ફેક્શન થઈ જતા હોય છે. નાળિયેર તેલમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ પણ હોય છે. જે ત્વચાને થતા ઇન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. 


મેકઅપ હટાવવા માટે બેસ્ટ 


તમને જાણીને નવાઈ લાગશે પરંતુ નાળિયેર તેલ બેસ્ટ મેકઅપ રીમુવર સાબિત થાય છે. ખાસ કરીને આંખનો મેકઅપ હટાવવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે રુ પર બે ટીપાં નાળિયેરનું લઈને તેનાથી આઈ મેકઅપ રીમુવ કરવું. તેનાથી આંખની આસપાસની ત્વચાને નુકસાન પણ નહીં થાય અને મેકઅપ પણ સરળતાથી રીમુવ થશે. 


આ પણ વાંચો:  Hair Mask: વાળને રાખવા હોય રેશમ જેવા મુલાયમ તો ટ્રાય કરો આ 2 માંથી કોઈ 1 હેર માસ્ક


આ વાતોનું રાખો ધ્યાન 


દરેક વ્યક્તિની ત્વચાનો પ્રકાર અલગ હોય છે. તેથી નાળિયેર તેલનો ઉપયોગ કરતા પહેલા પણ ચેક કરી લેવું કે તમારી ત્વચા પર નાળિયેર તેલથી કોઈ એલર્જી તો નથી થતી ને. જે લોકોને ત્વચા ઓઇલી હોય તેમણે નાળિયેર તેલનો ઉપયોગ કરવો નહીં. આ સિવાય નાળિયેર તેલ લગાડ્યા પછી તડકામાં પણ લાંબો સમય રહેવું નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)