Lifestyle: ચોમાસાની શરૂઆત થાય એટલે લોકો ગરમ પાણીથી નહાવાની પણ શરૂઆત કરી દેતા હોય છે. જેમ જેમ વાતાવરણમાં ઠંડક વધે તેમ લોકોના પાણીનું ટેમ્પરેચર પણ વધવા લાગે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ગરમ પાણીને બદલે જો ઠંડા પાણીથી નહાવામાં આવે તો તેનાથી શરીરના ફાયદો થાય છે. આજે તમને ઠંડા પાણીથી નહાવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઠંડા પાણીથી નહાવાથી થતા લાભ 


આ પણ વાંચો: Monsoon Tips: ઘરમાંથી ગરોળી ભગાડવા અપનાવો આ 3 ટ્રીક, ગરોળીની સાથે જંતુઓ પણ ભાગી જશે


1. જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે. 


2. ઠંડા પાણીથી ત્વચાના છિદ્રો બંધ થાય છે અને ત્વચા ટોન થાય છે તેનાથી ખીલ અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. 


આ પણ વાંચો: Cleaning Tips: 5 મિનિટમાં શર્ટના કોલરનો મેલ થઈ જશે સાફ, અજમાવો આ ટ્રીક્સ


3. જો તમે ઠંડા પાણીથી નહાવ છો તો શરીરને ચયાપચયની ક્રિયા સુધરે છે જેના કારણે કેલેરી ઝડપથી બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 


4. ઠંડા પાણીથી નહાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે જેના કારણે વારંવાર શરદી, ઉધરસ અને અન્ય સંક્રમણ થતા નથી. 


5. ઠંડા પાણીથી નહાવાથી વાળ અને ત્વચા ચમકદાર અને મુલાયમ બને છે ખાસ કરીને વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા ઘટાડવામાં મદદ મળે છે. 


આ પણ વાંચો: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? જાણો ભગાડવાના ઉપાયો


6. ઠંડા પાણીથી નહાવાથી શરીરનું તાપમાન ઘટે છે જેના કારણે શરીર રિલેક્સ થાય છે અને ઊંઘ સારી આવે છે. 


7. જો તમને ઠંડા પાણીથી નહાવાની આદત ન હોય અને તમે ગરમ પાણીનો જ ઉપયોગ કરતા હોય તો ધીરે ધીરે પાણીને વધારે ઠંડુ રાખીને નહાવાની આદત પાડો. જો કે તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ઠંડુ પાણી ઉપયોગમાં લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)