નવી દિલ્હીઃ કોઈપણ ડિશ કેટલી પણ ટેસ્ટી કેમ ન હોય પરંતુ તેમાં મીઠું થોડું ઉપર નીચે થઈ જાય તો બધી મજા બગડી જાય છે. બસ આ વાતથી તમે આપણા જીવનમાં મીઠાના મહત્વનો અંદાજ લગાવી શકો છો. પરંતુ તે માત્ર કિચન સુધી સીમિત નથી. તમારા તન અને મન બંને માટે નમકના ચોંકાવનારા ફાયદા છે. આજે અમે તમને સોલ્ટ બાથ એટલે કે મીઠાના પાણીથી ન્હાવાના ફાયદા જણાવવાના છે. આ કોઈ નવો કોન્સેપ્ટ નથી પરંતુ જૂના જમાનામાં પણ લોકો તેનો ઉપયોગ કરતા હતા. આજે અમે આ સ્નાનની રીત અને તેના ફાયદા વિશે જણાવીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે સોલ્ટ બાથ લેવાની રીત
સોલ્ટ બાથ લેવા માટે તમે ન્હાવાના પાણીમાં એકથી બે ચમચી મીઠું મિક્સ કરી લો. સેંધા નમક હોય તો ખુબ સારૂ બાકી તમે સામાન્ય મીઠાનો ઉપયોગ કરી શકો છો. આમ તો થોડા ગરમ પાણીમાં સોલ્ટ બાથ ફાયદાકારક હોય છે, પરંતુ તમે ઠંડા પાણીની સાથે પણ લઈ શકો છો. હકીકતમાં મીઠામાં સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા મિનરલ્સ હોય છે, જે આપણા શરીર માટે ખુબ ફાયદાકારક હોય છે. આવો તમને મીઠાના પાણીથી સ્નાન કરવાના ફાયદા જણાવીએ.


આ પણ વાંચો- ફરવાના શોખીનો...ગુજરાત નજીક આ 9 હિલ સ્ટેશન ન જોયા તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો!


ખીલી ઉઠે છે શરીર અને ચહેરો
જ્યારે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી સ્નાન કરીએ તો તમારૂ શરીર સારી રીતે સાફ થઈ જાય છે. તેમાં જામેલી ગંદકી ધીમે-ધીમે નિકળવા લાગે છે. વરસોથી જામેલા ડેડ સેલ્સ એટલે કે મેલ પણ સાફ થવા લાગે છે. જો તમે થોડા દિવસ નમકના પાણીથી સ્નાન કરો તો તમારી સ્કીનમાં અલગ જ ગ્લો જોવા મળે છે. તે પહેલાથી વધુ સ્વસ્છ, સોફ્ટ અને ફ્રેશ દેખાય છે. સ્કિન પર કોઈ પ્રકારનું ઈન્ફેક્શન કે ડાઘ દૂર થઈ જાય છે. 


વજન ઘટાડવામાં પણ ઉપયોગી
આ સાંભળવામાં જરૂર અટપટું લાગે પરંતુ ખરેખર સત્ય છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો નમક સ્નાન શરૂ કરી દો. હકીકતમાં મીઠું આપણા શરીરના બ્લોક સ્કિન પોર્સને ખોલવાનું કામ કરે છે, જેના કારણે આપણે વધુ પરસેવો આવે છે અને ઝડપથી ફેટ બર્ન કરે છે. 


સ્ટ્રેસ અને થાક થાય છે દૂર
દિવસભરના થાક અને સ્ટ્રેસ બાદ થોડી શાંતિ ઈચ્છો છો તો સોલ્ટ બાથ તમારી મદદ કરી શકે છે. નમકવાળા પાણીથી સ્ાન કર્યા બાદ મૂડ રિલેક્સિંગ થઈ જાય છે. શરીરના મસલ્સને ખુબ રાહત મળે છે અને શરીરનો થાક દૂર થાય છે. તેથી ઓફિસથી આવીને નમકવાળા પાણીથી સ્નાન કરી લેવું જોઈએ.


આ પણ વાંચોઃ ડાર્ક ચોકલેટમાં છૂપાયેલું છે મર્દાના તાકાતનું રહસ્ય, પુરુષોને થાય છે ગજબના 5 ફાયદા


વાળમાં આવી જાય છે ચમક
જો તમને લાગે છે કે તમારા વાળ સૂકા અને બેજાન થઈ ગયા છે તો એકવાર સોલ્ટ બાથ જરૂર ટ્રાય કરો. નમકવાળા પાણીથી સ્નાન કરવાથી તમારા વાળનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. તે ડેન્ડ્રફની સમસ્યા દૂર કરે છે. સાથે વાળને ચમકદાર અને સિલ્કી બનાવે છે. 


નેગેટિવિટી કરે છે દૂર
શરીરની સાથે-સાથે આપણી આસપાસની નેગેટિવિટી ખતમ કરવા માટે સોલ્ત બાથ તમારી મદદ કરી શકે છે. જ્યોતિષ અનુસાર જો તમારા જીવનમાં  બધુ નકારાત્મક ચાલી રહ્યું છે તો મીઠાવાળા પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દો. તેનાથી તમારી બધી નેગેટિવિટી ખતમ થઈ જશે અને તમે નાસિક તથા શારીરિક રૂપે ઠીક થઈ જશો. તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.