ભોજન કર્યા બાદ ભૂલ્યા વગર ખાસ કરજો આ 1 કામ, BP અને શુગર કંટ્રોલમાં રહેશે
સોશિયલ મીડિયા પર ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સ હૈદરાબાદના ડો.સુધીર કુમાર (Dr. Sudhir Kumar, Indraprasth Hospital,Hydrabad) એ શું કહ્યું તે ખાસ જાણો.
ભોજન કર્યા બાદ થોડીવાર ટહેલવાથી પણ તમારા સ્વાસ્થ્યને કઈ રીતે ફાયદો થાય છે તે અંગે એક નવા સ્ટડીમાં કેટલાક દાવા કરવામાં આવ્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ભોજન કર્યા બાદ વોક કરવાથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા લોકોને ખુબ ફાયદો થઈ શકે છે.
સોશિયલ મીડિયા પર ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ્સ હૈદરાબાદના ડો.સુધીર કુમાર (Dr. Sudhir Kumar, Indraprasth Hospital,Hydrabad) એ શું કહ્યું તે ખાસ જાણો. ડો. સુધીરે કહ્યું કે ભોજન કર્યા બાદ ટહેલવું સુરક્ષિત છે. ભોજન કર્યા બાદ જો થોડું પણ ચાલો તો તે ઘણું ફાયદાકારક રહી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે કેમ જરૂરી?
ડો. સુધીરે કહ્યું કે ડિનર બાદ ટહેલવું ડાયાબિટીસના દર્દીઓ માટે વિશેષ રીતે મદદરૂપ બની શકે છે. કારણ કે તે બ્લડ ગ્લૂકોઝ લેવલમાં સુધારાની સાથે ગ્લાઈસેમિક નિયંત્રણમાં સુધારો કરવાનું કામ કરે છે.
જાણીતા ન્યૂરોલોજિસ્ટે કહ્યું કે, ચાલવાથી ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં HbA1C માં 0.5 ટકાનો સરેરાશ ઘટાડો જોવા મળે છે. HbA1C ટેસ્ટનો ઉપયોગ કોઈ વ્યક્તિના ગ્લૂકોઝ નિયંત્રણના સ્તરને સમજવા માટે કરવામાં આવે છે. તે ભોજન કર્યા બાદ બ્લડમાં શુગરના સ્તરને ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે.
ડોક્ટરે કહ્યું કે 'એવું જોવા મળ્યું છે કે ઝડપથી ચાલવાથી ભોજન બાદ લોહીમાં શુગરના સ્તરમાં ઘટાડો થાય છે.' તેમણે સલાહ આપી કે '
ભોજન કર્યાના 15 મિનિટ બાદ 30 મિનિટ સુધી ટહેલવાથી સ્વસ્થ વ્યક્તિઓમાં પણ બ્લડ ગ્લૂકોઝના સ્તરને ઓછું કરવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત ભોજન બાદ પગપાળા ચાલવું વેટલોસમાં પણ સહાયક બની શકે છે. ડો. સુધીરે કહ્યું કે ચાલવાથી બીએમઆઈમાં 0.91 કિલોગ્રામ/મી2ની મહત્વપૂર્ણ કમી આવે છે.'
બ્લડ પ્રેશર ઘટે છે
તેમણે કહ્યું કે ચાલવાથી બીપીને ઘટાડવામાં મદદ મળે છે. ભલે તે 30-60 મિનિટની સેર હોય કે પછી ફક્ત 10 મિનિટ પગપાળા ચાલો તો પણ તે બંને સંજોગોમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ડાયજેસ્ટિવ પાવર વધે છે
ભોજન બાદ ચાલવાથી પાચનતંત્રમાં પણ સુધારો આવે છે. આ સાથે જ તે સોજા ઓછું કરવાનું પણ કામ કરે છે. ડોક્ટરે કહ્યું કે રાતે ભોજન કર્યા બાદ થોડીવાર ટહેલવું એ મૂડને સારો કરવાની સાથે સાથે ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો લાવવાનું કામ કરે છે. જો કે એક્સપર્ટનું એ પણ કહેવું છે કે સ્વસ્થ રહેવા માટે વોકિંગ જેવી હેલ્ધી આદતોની સાથે સંતુલિત અને સારી ઊંઘ પણ જરૂરી છે.
(Inputs: IANS)
(Disclaimer: અહીં આપેલી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)