Best Beach Of India: બીચ વેકેશનની વાત આવે તો સૌથી પહેલા ગોવાનું જ નામ યાદ આવે. જે લોકો દરિયા કિનારે વેકેશન માણવા ઈચ્છે છે તેઓ મોટાભાગે ગોવાની મુલાકાત લેતા હોય છે. આખું વર્ષ ગોવામાં તમને પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે બીચ લવર્સ માટે બેસ્ટ બીચ ગોવા સિવાય પણ અન્ય રાજ્યમાં આવેલા છે. આજે તમને આવા જ બીચ ડેસ્ટિનેશન વિશે જણાવીએ જ્યાં તમે પરિવાર સાથે વેકેશનની મજા માણી શકો છો. અહીંના સુંદર દરિયાકિનારા તમારું મન મોહી લેશે અને તમારો થાક દૂર કરી દેશે. આ જગ્યા વિશે જાણીને તમે પણ બીજી વખત બીચ ડેસ્ટિનેશન માટે ગોવાને બદલે આ જગ્યાની જ પસંદગી કરશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીચ લવર્સ માટે પરફેક્ટ જગ્યા છે કર્ણાટકનું કારવાર શહેર. આ જગ્યા વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ શહેરની સૌથી ખાસ વાત એ છે કે અહીં તમે બીચની મજા માણવા ઉપરાંત જંગલ અને ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લઈને તમારું વેકેશન એન્જોય કરી શકો છો. અહીં પણ ગોવાની જેમ અલગ અલગ બીચ આવેલા છે. 


આ પણ વાંચો: પટૌડી પેલેસને ટક્કર મારે તેવા ભવ્ય અને સુંદર પેલેસ છે ગુજરાતમાં, તસવીરોમાં જુઓ ઝલક


કારવારના ફરવાલાયક ફેમસ બીચ


દેવબાગ બીચ


શહેરથી ચાર કિલોમીટર દૂર દેવબાગ બીચ આવેલો છે જે લીલાછમ ઝાડથી ઘેરાયેલો છે. આ બીચ તેના સ્વચ્છ બ્લુ પાણી માટે જાણીતો છે. આ બીચ એવા લોકો માટે પરફેક્ટ છે જે રિલેક્સ થવા માંગે છે અથવા તો એડવેન્ચર કરવા માંગે છે આ બંને વસ્તુ અહીં થઈ શકે છે. અહીં રહેવા માટે રિસોર્ટ અને કોટેજ પણ ઉપલબ્ધ છે.


રવીન્દ્રનાથ ટાગોર બ્રિજ


અહીંના એક બીચને રવીન્દ્રનાથ ટાગોર નામ આપવામાં આવ્યું છે. સાંજના સમયે આ બીચની રોનક જ અલગ હોય છે. જો તમે દરિયા કિનારાની સુંદરતાને માણવા માંગો છો તો આ બીચ તમારા માટે બેસ્ટ છે. અહીં મ્યુઝીકલ ફાઉન્ટેન, ટોય ટ્રેન અને ફિશ હાઉસની મજા પણ માણી શકાય છે. 


આ પણ વાંચો: વધેલા વજનના કારણે નીકળેલી ફાંદ ગણતરીના દિવસોમાં થશે ગાયબ, નાસ્તામાં ખાવી આ 3 વસ્તુઓ


કોડીબાગ બીચ


આ બીચ અહીંનો સૌથી પોપ્યુલર બીચ છે. સવારથી લઈ સાંજ સુધી આ જગ્યા પર પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. જે લોકો એડવેન્ચરના શોખીન છે તેમના માટે આ બીચ પર ઘણી બધી એક્ટિવિટી ઉપલબ્ધ છે. આ બીચ કર્ણાટકના સૌથી સ્વચ્છ બીજમાંથી એક છે.


માજલી બીચ


કારવાર શહેરથી 10 કિલોમીટર દૂર આ બીચ આવેલું છે. આ બીચ નજીક જ સુંદર કોટેજ અને રિસોર્ટ આવેલા છે. અહીં પ્રવાસીઓ માટે સ્વિમિંગ, કાયાકિંગ, પેડલિંગ જેવી એક્ટિવિટી ઉપલબ્ધ છે.


આ પણ વાંચો: રોજ આ સમયે પી લ્યો એક ગ્લાસ હુંફાળુ પાણી, વજન વધશે નહીં અને શરીર રહેશે નિરોગી