નવી દિલ્હી: હાઈ વર્લ્ડ પ્રેશરના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. એવામાં મોટી સંખ્યામાં લોકો તેને દૂર રાખવા માટે તમામ પ્રકારના ઉપાયો અપનાવી રહ્યા છે, પરંતુ આ બીમારી તેમનાથી દૂર થતી નથી. મજબૂરીમાં આવા લોકોને દવાઓનો સહારો લેવો પડે છે. તમે જોયું હશે કે ઘણી વખત બીપી અથવા Hypertension અચાનક વધી જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે લોકો ગભરાઈ જાય છે. તેનો દુર કરવા માટે તમારે ગભરાવવાની જગ્યાએ સમજદારીથી કામ લેવું જોઇએ. તો આવો જાણીએ કે અચાનક બીપી વધવા પર શું કરવું જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. એક્સરસાઈઝ કરવાની પાડો આદત
તમને જણાવી દઈએ કે, બ્લડ પ્રેશ વધવાથી દર્દીઓને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે માથાનો દુખાવો, છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, કન્ફ્યૂઝન અને સ્કિન પર લાલ રંગની ફોલ્લીઓ જોવા મળે છે. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે એક્સરસાઈઝ અને ડાયટ બે સૌથી જરૂરી વસ્તુઓ છે. માનવામાં આવે છે કે, જો તમે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા ઇચ્છો છો તો તમારે એક્સરસાઈઝ કરવાની સાથે ડાયટ માં પૌષ્ટિક વસ્તુ સામેલ કરવી જોઇએ.


માત્ર 2 થી 5 હજાર રૂપિયામાં ફરી આવો રાજસ્થાન, આ 5 શહેરનું કરો બજેટ ટ્રાવેલ


2. વિટામિન સીનું સેવન કરવું જોઇએ
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે વિટામિન સીનું સેવન કરવું જોઇએ. હકિકતમાં ખાટા ફળ વિટામિન-સી, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલથી ભરપૂર હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં અસરકારક સાબિત થાય છે. તમે ખાટા ફળોમાં દ્રાશ, નારંગી અને લીંબુનું સેવન કરી શકો છો.


IPL 2022: દૂર થઈ ટીમ ઇન્ડિયાની ચિંતા, રોહિત શર્માને મળ્યો એમએસ ધોની જેવો ધાકડ ફિનિશર


3. બેરીથી પણ થશે બીપી કંટ્રોલ
આ ઉપરાંત બેરીથી પણ બીપીને કંટ્રોલ કરી શકાય છે. તેને ખાવાથી તમારું બીપી કંટ્રોલમાં રહે છે. એન્ટીઓક્સિડેન્ટ અને ફ્લેવોનોઈડથી ભરપુર બેરી ના માત્ર સ્વાસ્થ્ય માટે સારી છે પરંતુ હૃદય રોગનો ખતરો પણ ઘટાડે છે.


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય માન્યતાઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE News આ નુસ્ખાની પુષ્ટી કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube