Unmarried Couples not Allowed in OYO: દેશની ટોપ ટ્રેવલ અને હોટલ બુકિંગ પ્લેટફોર્મ્સમાં OYO નું નામ સામેલ છે. ઓછા ભાવે સારામાં સારી સુવિધા માટે સૌથી વધુ લોકોની પહેલી પસંદ OYO જ હોય છે. ખાસ કરીને કપલ્સ યોગ્ય ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે OYO ને વધારે પસંદ કરે છે. પરંતુ હવે OYO એ પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં અપરિણીત કપલ્સને OYO માં રૂમ નહીં મળે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલિસીમાં ફેરફાર
યૂપીના મેરઠમાં OYO એ પોતાની ચેક ઈન પોલિસી બદલી નાંખી છે. અપરિણીત લોકોને હવે OYO માં એન્ટ્રી નહીં મળે. આ નિયમ માત્ર ઓફલાઈન જ નહીં, પરંતુ ઓનલાઈન બુકિંગ પર પણ લાગૂ થશે. હવે OYO માં રૂમ લેવા માટે કપલ્સને પોતાના લગ્નનું પ્રુફ આપવું પડશે.


અન્ય શહેરોમાં થશે લાગૂ
OYO એ પહેલીવાર કોઈ શહેરમાં આ પ્રકારનો નિયમ લાગૂ કર્યો છે. આ નિયમની શરૂઆત યૂપીના મેરઠથી થઈ છે. જો તેણે સારો ફીડબેક મળશે તો કંપની તેણે અન્ય શહેરોમાં પણ લાગૂ કરી શકેછે.


શું બદલ્યો નિયમ?
તમને જણાવી દઈએ કે OYO ને ઘણીવાર ફરિયાદો મળતી રહે છે. ખાસ કરીને મેરઠના સિવિલ સોસાયટી ગ્રુપ્સે OYO ને નિયમ બદલવાની અપીલ કરી હતી. તેના પહેલા OYO તમામ પ્રકારના કપલ્સન બુકિંગ સ્વીકાર કરતું હતું. પરંતુ હવે માત્ર પરણિત કપલ્સને જ OYO રૂમમાં રોકાવવાનો મોકો આપશે. મીડિયા રિપોર્ટનું માનીએ તો ઘણા લોકોએ OYO હોટલ્સ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી. અરજીકર્તાની માંગ છે કે OYO અપરણિત લોકોનું બુકિંગ બંધ કરી નાંખે. આ ફરિયાદો પર ધ્યાન આપતા OYO એ આ મોટું કદમ ઉઠાવ્યું છે.


રીજન હેડે શું આપ્યો જવાબ?
ઉત્તર ભારતમાં OYO ના રીજનલ હેડ પાવસ શર્માનું કહેવું છે કે OYO હવે એક બ્રાન્ડ બની ચૂક્યું છે. અમે પરિવાર, વિદ્યાર્થી, બિઝનેસ, સોલો ટ્રાવેર્લ્સ અને ધર્મ સાથે જોડાયેલા લોકોને સારી સુવિધાને ધ્યાનમાં રાખતા આ કદમ ઉઠાવ્યું છે. અમે પોલીસ અને હોટલ પાર્ટનર્સની સાથે મળીને ઘણા સેમિનાર પણ આયોજિત કર્યા છે. સાથે જે પણ હોટલ ગેરકાયદેસર ચીજોમાં સામેલ છે, તેણે OYO એ બ્લેકલિસ્ટ કરવાનું શરૂ કરી દીધું છે.