સામગ્રી:
2 થી 3 કપ તેલ
500 ગ્રામ  જાડા સમારેલાં રીંગણ
250 ગ્રામ નાની ડુંગળી
10 ગ્રામ મધ્યમ કદનાં લીલાં મરચાં
1 ટેબલ સ્પૂન જીંજર ગાર્લિક પેસ્ટ (2 થી 3 લસણની કળી અને અડધો ઈંચ આદુનો ટુકડો)
1 ટેબલ સ્પૂન મરચુ
 દોઢ ચમચી રાઈનો પાવડર (રાઈને કચરી નાખો અથવા ગ્રાઈન્ડ કરો) 
2 ટેબલ સ્પૂન ખાંડ
1/3 કપ વિનેગર
  
રીત: 
રીંગણની મોટી જાડી ચીરી કરીને સમારીને તેની જાડી ચીરીઓને બાઉલમાં મૂકો. બાઉલમાં અડધી ચમચી મીઠુ અને હળદર નાખીને 10 મિનિટ સુધી મૂકી રાખો. મધ્યમ તાપે ફ્રાઈંગ પૅનને ગરમ કરો અને તેમાં તેલ રેડો, ધીમે ધીમે ગેસની ગરમી વધારતા જાવ જેથી તેલ ઉકળે તેવા ઉષ્ણતામાને પહોંચે, તેલની ગરમી એક સરખી જળવાઈ રહે તેની ખાત્રી રાખો, ધુમાડો નીકળવા દેશો નહી, આનાથી રીંગણની ચીરીઓ ગરમ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તેલ ધૂમાડો થવાની સ્થિતિએ પહોંચે તો ધૂમાડો થવા દેશો નહી, ગરમ કરવાનુ બંધ કરીને  થોડી મિનટ પછી ફરીથી ગરમ કરો. ચીરીઓમાં જો વધારાનું પ્રવાહી હોય તો તે કાઢી લો. તેને ડાર્ક કલર આવે ત્યાં સુધી ફરી ફ્રાય કરો. તમે ગોલ્ડન કે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરી શકો છો. તેલ શોષાઈ જાય તે માટે તેને પેપર ટોવેલમાં મુકો. 


એકવાર ચીરીઓ ફ્રાય થઈ જાય એટલે નાની ડુંગળીને તેલમાં મુકી એક મિનીટ સુધી ફ્રાય કરો. તે પછી લીલાં મરચાં એક મિનીટ સુધી ફ્રાય કરો. આ બધુ પેપર ટોવેલમાં મૂકો ,બાઉલમાં રાઈ તથા આદુ-લસણની પેસ્ટ, ખાંડ અને વિનેગર ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને સારી રીતે ભેળવો એક સમતોલ સ્વાદ થાય ત્યાં સુધી મૂકી રાખો. રીંગણની ચીરીઓ, નાની ડુંગળી , લીલાં મરચાંને સારી રીતે ભેળવો, સર્વ કરતા પહેલાં 1 થી 2 કલાક મૂકી રાખો. 


શેફ વીરસિંઘ, હોટલ નોવોટેલ