• અત્યાર સુધી તમે આવી અનોખી ચા ક્યારેય પીધી નહિ હોય. હાલ તેની રેસિપી વાયરલ થઈ રહી છે. તો એકવાર તેને બનાવવી તો બને છે


ઝી મીડિયા/બ્યૂરો :દુનિયામાં અડધી વસ્તીની સવાર ચા સાથે થાય છે. ચા વગર તેમનો દિવસ અધૂરો બને છે. દરેક વ્યક્તિની ચાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. દરેકને અલગ અલગ પ્રકારની ચા પીવાની ગમે છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર માખણવાળી ચા ટ્રેન્ડ થવા લાગી છે. ત્યારે આ માખણવાળી ચા (Butter Tea) કેવી રીતે
બને છે તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી તમે દૂધવાળી ચા (Milk Tea) પી હશે. ફુદીનાવાળી ચા, લીંબુવાળી ચા (Lemon Tea), મસાલા ચા ટ્રાય કરી હશે. એટલુ જ નહિ, દૂધ વગરની કાળી ચા પણ ટ્રાય કરી હશે. પરંતુ આજે અમે તમને માખણવાળી ચા વિશે જણાવીશું. અત્યાર સુધી તમે આવી અનોખી ચા ક્યારેય પીધી નહિ હોય. હાલ તેની રેસિપી વાયરલ થઈ રહી છે. તો એકવાર તેને બનાવવી તો બને છે. 


આ પણ વાંચો : સાપ ગયો ને લિસોટા રહી ગયા, ગુજરાતના 4591 ગામોમાં વાવાઝોડા બાદ પણ અંધારપટ 


માખણવાળી ચા બનાવવાની સામગ્રી


  • 1 કપ દૂધ

  • 1/2 ચમચી માખણ

  • 2 ચમચી ખાંડ 

  • 1 ચમચી ચા પત્તી

  • ચપટી ભરીને મીઠું

  • 1 કપ પાણી 


આ પણ વાંચો : 23 વર્ષ બાદ અમદાવાદીઓએ વાવાઝોડું અનુભવ્યું, પણ જે હતું તે ખતરનાક હતું... 


માખણવાળી ચા બનાવવાની રેસિપી 


  • આ પ્રકારની ચા બનાવવા માટે એક તપેલીમા પાણી ઉકાળવા માટે રાખો

  • હવે તેમાં ચાની પત્તી નાંખો અને તેને ત્રણ થી ચાર મિનિટ સુધી ઉકળવા દો

  • હવે તેમાં દૂધ નાંખીને લગભગ 7 મિનીટ સુધી ઉકાળો અને ત્યાર બાદ ખાંડ ઉમેરીને સારી રીતે ગરમ થવા દો

  • હવે કપમાં માખણ અને એક ચપટી મીઠું નાંખીને સારી રીતે મિક્સ કરી દો

  • મિક્સ કર્યા બાદ તેમાં ઉકળતી ચા ને કપમાં નાંખો અને સર્વ કરો