Rice Face Pack: યુવતીઓ ત્વચામાં નિખાર આવે તે માટે મોંઘી મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. પરંતુ ઘરમાં રહેલી કેટલીક નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને પણ તમે ચહેરા પર ગ્લો લાવી શકો છો. ચહેરા પર ગ્લો લાવવા માટે ચોખાનો લોટ સૌથી બેસ્ટ છે. ચોખાના લોટથી બનેલા ફેસપેક થી તમારી ત્વચા ચમકી જશે. આ લોટ નો ઉપયોગ એકવાર કરશો કે તુરંત તમને અસર દેખાવા લાગશે. તો ચાલો તમને જણાવીએ ત્વચા માટે બેસ્ટ એવા ચોખાના લોટથી બનતા ફેસપેક વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ રીતે સુકી મેથીનો કરશો ઉપયોગ તો ટાલમાં પણ ઉગવા લાગશે વાળ


ગમે તેટલા જૂના હોય દાઝ્યાના ડાઘને દુર કરશે આ ઉપાય, ખબર પણ નહીં પડે ક્યાં દાઝ્યા હતા


હોળીના રંગથી થાય સ્કીન એલર્જી તો તુરંત અજમાવો આ ઘરેલુ નુસખા, 5 જ મિનિટમાં મળશે આરામ


ત્વચાની રંગત નિખારવા માટે ચોખાનો આ ફેસપેક જરૂરથી ટ્રાય કરવો. તેના માટે ચોખાને થોડા કલાક માટે પલાડી દો. ત્યાર પછી તેને પાણીમાંથી કાઢીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં ચણાનો લોટ હળદર અને મધ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે આ ફેસપેકને ચહેરા અને ગરદન પર લગાડો અને 15 મિનિટ સુધી તેને સુકાવા દો. ત્યાર પછી હાથેથી મસાજ કરીને ફેસપેકને ચહેરા પરથી કાઢો. આમ કરવાથી ચહેરા પરના વાળ પણ દૂર થાય છે અને ડેડ સ્કિન પણ દૂર થઈ જાય છે.


તમે ચોખા ના લોટ નો ફેસપેક પણ બનાવી શકો છો. તેના માટે તૈયાર ચોખાનો લોટ લઈને તેમાં ગુલાબજળ અને ઘી મિક્સ કરો. ત્યાર પછી તેને બરાબર રીતે ચહેરા પર લગાડો. જોકે આ ફેસપેક એવા લોકોએ લગાડવો જેમની સ્કિન ડ્રાય હોય. ડ્રાય સ્કીનમાં આ ફેસપેક થી કુદરતી મોઈશ્ચર આવે છે.