Skin Care: કપૂરનો ઉપયોગ સૌથી વધુ પૂજા પાઠમાં કરવામાં આવે છે. આ સિવાય કેટલાક ઘરગથ્થુ ઉપાયમાં પણ કપૂરનો ઉપયોગ થાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કપૂરનો ઉપયોગ કરીને ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. કપૂરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરથી ડાઘ, ધબ્બા અને ખીલ દૂર થાય છે. તેમજ ત્વચા પર નિખાર આવે છે. 
કપૂર બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શનનો પણ ઈલાજ કરે છે. બસ જરૂરી હોય છે કે કપૂરને તમે યોગ્ય રીતે ઉપયોગમાં લો. આજે તમને કપૂરના કેટલાક ફેસપેક વિશે જણાવીએ. આ ફેસપેકનો ઉપયોગ તમે કરશો તો ત્વચા પર નિખાર આવશે અને ત્વચાની સમસ્યાઓ દૂર થવા લાગશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Coconut Water: નારિયેળ પાણી ત્વચા માટે છે અમૃત સમાન, જાણો સ્કિનને થતા લાભ વિશે


કપૂર અને બદામનું તેલ


એક વાટકીમાં બે ચમચી બદામનું તેલ અને એક ચપટી કપૂરનો પાઉડર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાડો અને 10 મિનિટ પછી ચહેરો સાદા પાણીથી સાફ કરો. જો તમારી સ્કિન ઓઇલી હોય તો આ ફેસપેકનો ઉપયોગ ન કરવો.


કપૂર અને મુલતાની માટી


ઓફિસ પેક માટે એક બાઉલમાં બે ચમચી મુલતાની માટી અને એક ચપટી કપૂર પાવડર ગુલાબજળ સાથે મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાડો અને દસ મિનિટ પછી ચહેરો સાફ કરો. 


આ પણ વાંચો: કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વિના પણ વાળ અને ત્વચા બનશે સુંદર, નિયમિત ખાવાનું રાખો નાળિયેર


કપૂર અને ચણાનો લોટ


એક ચપટી કપૂરમાં એક ચમચી ચણાનો લોટ અને જરૂર અનુસાર ગુલાબજળ ઉમેરી એક પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર અપ્લાય કરો અને દસ મિનિટ પછી ધોઈ લો. 15 દિવસે એક વખત આ ફેસપેકનો ઉપયોગ કરશો એટલે ત્વચામાં તમને ફરક દેખાવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)