Cancer Study: શું પાણીપુરી ખાવાથી થઈ શકે કેન્સર? સામે આવેલી સ્ટડીએ વધાર્યો ડર, ડોક્ટર પણ હેરાન
Cancer from Golgappa News: શું પાણીપુરી ખાવાથી કોઈને કેન્સર થઈ શકે છે? તમે આ સવાલનો જવાબ ન આપી શકો. પરંતુ કેન્સર પર સામે આવેલી સ્ટડીએ હેલ્થ એક્સપર્ટને ચોંકાવી દીધા છે.
Cancer Latest Study in Gujarati: ભલે લગ્નની સીઝન હોય કે કોઈ પાર્ટી, પાણીપુરી દરેક ભારતીયોની ખાસ પસંદ છે. સામાન્ય રૂપે ઘરેથી બહાર ફરવા જઈએ તો પણ પાણીપુરી ખાવાનું ચૂકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે પાણીપુરી ખાવાથી શરીરમાં કેન્સર થઈ શકે છે. લગભગ નહીં. હકીકતમાં પાણીપુરી ખાવાથી કેન્સર પર એક સ્ટડી સામે આવી છે, જેણે ડોક્ટરો સહિત બધા લોકોના કાન ઊભા કરી દીધા છે. જો તમે પણ પાણીપુરી ખાવાના શોખીન છો તો તમારે આ રિપોર્ટ જરૂર વાંચવો જોઈએ.
પાણીપુરી ખાવાથી શરીરમાં કેન્સર વિકસી શકે
રિપોર્ટ પ્રમાણે કર્ણાટકના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે પોતાના સર્વેમાં જાણ્યું કે રોડ-રસ્તા અને દુકાનોમાં વેચાનાર પાણીપુરીમાં ઘણા એવા ખતરનાક તત્વો મિક્સ કરવામાં આવે છે, જેનાથી શરીરમાં કેન્સર બની શકે છે. સર્વે રિપોર્ટ પ્રમાણે ખતરો પાણીપુરી ખાવાથી નહીં, પરંતુ બીજા સ્ટ્રીટ ફૂડ્સની સાથે પણ છે. તેમાં ઘણી એવી ઝેરી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેન્સર થવાનું કારણ બની શકે છે.
22 ટકા સેમ્પલમાં મળ્યા ઝેરી તત્વ
કર્ણાટક સરકારે પોતાની વેબસાઇટ પર સર્વેમાં આવેલા પરિણામો વિશે વિસ્તારથી જાણકારી આપી છે. રિપોર્ટ પ્રમાણે ફૂડ ડિપાર્ટમેન્ટે છેલ્લા 5 મહિનામાં 1 હજાર ફૂડ પ્રોડક્ટ્સનો સર્વે કર્યો છે. તેમાં પાણીપુરાના પણ 260 સેમ્પલ સામેલ હતા. તપાસમાં સામે આવ્યું કે 22 ટકા ફૂડ સેમ્પલમાં કેન્સર પેદા કરનાર ખતરનાક તત્વોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બજારમાંથી 41 સેમ્પલમાં કાર્સિનોજેનિક કેમિકલ અને આર્ટિફિશિયલ રંગ જોવા મળ્યા છે. કાર્સિનોજેનિક કેમિકલથી કેન્સર થઈ શકે છે.
આ પણ વાંચોઃ Skin Care: શરીરના અણગમતા મસા 7 દિવસમાં નીકળી જશે, નિયમિત લગાડો આ 5 માંથી કોઈ 1 વસ્તુ
પાણીમાં મિક્સ કરવામાં આવે છે આર્ટિફિશિયલ કલર
કર્ણાટક ફૂડ સેફ્ટી કમિશનર કે. શ્રીનિવાસ પ્રમાણે પાણીપુરીની સાથે લોકોને લીલા કલરનું ચટપટુ પાણી આપવામાં આવે છે. લોકો વિચારે છે કે આ ફુદીના અને ધાણાથી બનેલું છે. પરંતુ તપાસમાં તેનાથી ઉલ્ટુ જોવા મળ્યું છે. જાણવા મળ્યું કે તે પાણીને લીલુ બનાવવા માટે આર્ટિફિકિશલ રીતે તૈયાર લીલો કલર મિક્સ કરવામાં આવે છે. આ લીલા કલરને ગ્રીન ફાસ્ટ એફસીએફ કહેવામાં આવે છે) મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં થોડી સુગંધ પેદા કરવા માટે થોડા ફુદીનો ભેળવવામાં આવે છે.
પાણીપુરી બનાવી શકે છે કેન્સરના દર્દી?
તે કહે છે કે પાણીપુરીવાળા પાણીને ઉકાળી ઠંડુ કર્યાં બાદ ગ્રાહકોને પીવળાવવું જોઈએ, પરંતુ તે કરવામાં આવતું નથી. તેની જગ્યાએ તેમાં સીધો બરફ નાખી દેવામાં આવે છે, જેનાથી તેમાં બેક્ટેરિયા ઉદ્ભવવાનો ખતરો વધી જાય છે. ઝેરી તત્વ અને બેક્ટેરિયાનો આ તાલમેલ કોઈપણ સ્વસ્થ વ્યક્તિને બીમાર બનાવી શકે છે. તેનાથી ઝાડા-ઉલ્ટી અને લાંબા સમય સુધી સેવન કરવાથી કેન્સરની બીમારી થઈ શકે છે.
આ પણ વાંચોઃ Skin Care: ચોમાસામાં સ્કિનને હેલ્ધી રાખવા સ્કિન કેર રુટીનમાં સામેલ કરો તજના આ ફેસપેક
પાણીપુરી ખાવ તો સાવચેતી રાખો?
સૌથી પહેલી વાત રસ્તા પર ઉભેલ કોઈપણ લારીઓ પાસેથી પાણીપુરી ખાવાથી દૂર રહો. તેની જગ્યાએ કોઈ સારી દુકાનમાં જઈને તેનું સેવન કરો.
પાણીપુરી ખાતા પહેલા તે જરૂર ચેક કરો કે તેના પાણીમાં આર્ટિફિશિયલ કલરતો મિક્સ કરવામાં આવ્યો નથીને. જો દુકાનદાર તમને સંતોષકારક જવાબ ન આપે તો તેને ખાવાથી દૂર રહો.
સૌથી સારૂ તો તે છે કે તમે બહાર જઈને પાણીપુરી ખાવાની જગ્યાએ તેને ખુદ ઘર પર તૈયાર કરો. તેના પાણીમાં તમે આર્ટિફિશિયલ રંગની જગ્યાએ ફુદીનો, કોથમિર જેવી વસ્તુનો ઉપયોગ કરે. તે સ્વાસ્થ્ય માટે સારૂ છે.