Chanakya Niti: માતા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો આ 5 સ્ત્રીઓનું હંમેશા સન્માન જાળવો
Chanakya Niti: આચાર્ય ચાણક્ય રાજનીતિ અને અર્થશાસ્ત્રના જ્ઞાની માનવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્યના સંસ્થાપક આચાર્ય ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ હતા. આચાર્ય ચાણક્યની નીતિઓ અને ઉપદેશ આજે સદીઓ બાદ પણ લોકો માટે એટલા જ માર્ગદર્શક છે.
Chanakya Niti: આચાર્ય ચાણક્ય રાજનીતિ અને અર્થશાસ્ત્રના જ્ઞાની માનવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્યના સંસ્થાપક આચાર્ય ચાણક્ય સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ હતા. આચાર્ય ચાણક્યની નીતિઓ અને ઉપદેશ આજે સદીઓ બાદ પણ લોકો માટે એટલા જ માર્ગદર્શક છે. આચાર્ય ચાણક્યએ મહિલાઓના ઉત્થાન વિશે પણ વિસ્તારથી લખેલું છે. ચાણક્ય નીતિ ગ્રંથમાં આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જીવનમાં આર્થિક તંગીથી બચવું હોય અને દેવી લક્ષ્મીને હંમેશા પ્રસન્ન રાખવા હોય તો આ 5 મહિલાઓનું હંમેશા સન્માન કરવું જોઈએ.
માતાનું હંમેશા કરો સન્માન
આચાર્ય ચાણક્યએ માતા પિતાને ઈશ્વરનું સ્વરૂપ ગણાવ્યા છે. ચાણક્ય નીતિ ગ્રંથમાં આચાર્યએ કહ્યું છે કે માતા અને પિતાનો દરજ્જો ખુબ ઊંચો હોય છે. દરેક વ્યક્તિએ પોતાની માતાની સેવા કરવી જોઈએ. માતાના ચરણોમાં જ સ્વર્ગ હોય છે. માતા પ્રત્યે હંમેશા નિસ્વાર્થ ભાવ રાખવો જોઈએ. માતાના આશીર્વાદ મળે તો સંકટના તમામ વાદળો હટી જાય છે.
ગુરુના પત્ની
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે ગુરુના પત્ની પણ માતા સમાન હોય છે. માતા તુલ્ય હોવાના કારણે હંમેશા આદરના ભાવથી જોવા જોઈએ. ગુરુની સેવા કરીને જ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે છે. જેટલું સન્માન ગુરુને આપવામાં આવે છે એટલું જ સન્માન ગુરુના માતાને પણ અપાય છે.
રાજાની પત્ની
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે રાજાની પત્નીને પણ માતાનો દરજ્જો પ્રાપ્ત હોય છે. ચાણક્યના જણાવ્યાં મુજબ જે રીતે રાજા તેની આખી પ્રજાને સંતાનની જેમ રાખે છે અને રક્ષા કરે છે એ જ રીતે પ્રજાએ પણ રાજા અને રાણીને તેમના માતા પિતાની જેમ સન્માન આપવું જોઈએ.
સાસુંનું પણ માતાની જેમ સન્માન
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે સાસુનો દરજ્જો પણ માતા સમાન જ હોય છે. આથી સાસુને પણ માતાની જેમ જ સન્માન આપવું જોઈએ. સાસુનું સન્માન કરવા અને તેમની સેવા કરવાથી પરિવારમાં સૌહાર્દ અને સમરસતા જળવાઈ રહે છે. સાસુને સન્માન આપવાથી પરિવારમાં સંબંધ મધુર રહે છે.
મિત્રની પત્ની
આચાર્ણ ચાણક્યએ કહ્યું છે કે મિત્રની સાથે વિશ્વાસું અને ઈમાનદાર રહેવું જોઈએ. તેમણે ચાણક્ય નીતિ ગ્રંથમાં કહ્યું છે કે મિત્રની પત્નીને હંમેશા માતાનો દરજ્જો આપવો જોઈએ. મિત્રની પત્નીને હંમેશા સન્માન આપવું જોઈએ. તેમને હંમેશા શિષ્ટાચાર અને સ્નેહ આપવો જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)