Chanakya Niti: આચાર્ય ચાણક્યએ મહિલાઓની ઉન્નતિ માટે અનેક વિચારો રજૂ કરેલા છે. આ વિચારોને જ યોગ્ય સમયે યોગ્ય રીતે અમલમાં લાવવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે. શાસ્ત્રોમાં સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવી છે. પરંતુ ચાણક્ય આ સાથે  જણાવે છે કે સ્ત્રીઓની સૌથી મોટી તાકત શું છે. એક શ્લોક દ્વારા ચાણક્યએ મહિલાઓ ઉપરાંત બ્રાહ્મણ, રાજા (લીડર)ની સૌથી મોટી તાકાતનો ઉલ્લેખ કર્યો છે. ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્લોક દ્વારા ઉલ્લેખ


बाहुवीर्यबलं राज्ञो ब्राह्मणो ब्रह्मविद् बली।


रूप-यौवन-माधुर्यं स्त्रीणां बलमनुत्तमम्।।


રાજાની તાકાત
રાજાનું લાંબા સમય સુધી સત્તામાં રહેવું તેના સ્વયંના બાહુબળ પર નિર્ભર કરે છે. રાજા પાસે તમામ મંત્રી-સંત્રી હોય છે. આમ છતાં જો રાજા દુર્બળ હોય તો તે વધુ દિવસ સુધી રાજગાદી પર ટકી શકતા નથી. રાજા પોતે શક્તિશાળી હશે તો જ પોતાનું શાસન યોગ્ય રીતે ચલાવી શકશે. લીડર તરીકે સમજીએ તો જ્યાં સુધી લીડર પોતે માનસિક અને શારીરિક રીતે મજબૂત નહીં હોય ત્યાં સુધી મેનેજમેન્ટ ઠીક નહીં રહે કે કોઈ સંસ્થા પણ પ્રગતિ ન કરી શકે. 


બ્રાહ્મણની શક્તિ
ચાણક્યના જણાવ્યાં મુજબ બ્રાહ્મણનું જ્ઞાન જ તેની સૌથી મોટી તાકાત અને પૂંજી છે. જેના દમ પર તે સમાજમાં પદ અને પ્રતિષ્ઠા મેળવે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્ઞાન ફક્ત બ્રાહ્મણની જ નહીં પરંતુ દરેક વ્યક્તિની શક્તિ હોય છે. વિપરિત સ્થિતિઓમાં પણ જ્ઞાન જ એ શક્તિ છે જે સંકટમાંથી ઉગારવામાં મદદ કરે છે. 


સ્ત્રીની શક્તિ
ચાણક્ય  કહે છે કે મહિલાઓ માટે તેમની સૌથી મોટી તાકાત મધુર વાણી હોય છે. આ ઉપરાંત ચાણક્યએ મહિલાઓના સૌંદર્યને પણ તેમની શક્તિ ગણાવ્યા છે. પરંતુ મધુર વાણી આગળ શારીરિક સુંદરતા ઓછી આંકવામાં આવે છે. જે યોગ્ય પણ છે. મધુર વાણીના દમ પર મહિલાઓ કોઈને પણ પોતાના મોહપાશમાં જકડી શકે છે. મધુર વાણી બોલતી સ્ત્રીનું દરેજ જગ્યાએ સન્માન હોય છે, સ્ત્રીનો આ ગુણ કુળનું માન વધારે છે અને આ શક્તિના દમ પર ઘરની અનેક પેઢીઓને સારા સંસ્કાર મળે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube