કૂતરાઓ જીભ બહાર રાખીને કેમ હાંફે છે? આની પાછળ છુપાયેલું છે રોચક કારણ
Why Dogs Hang Their Tongues Out When They Pant : તમારી પાસે જો પાળતૂ કૂતરા હોય કે તમે રખડતા કૂતરાને જોતા હોવ તો તમે આ બાબતને નોટિસ કરી જરૂર કરી શકે, તો આપો આનો જવાબ
Why Dogs Hang Their Tongues Out When They Pant : કૂતરાને માણસનું વફાદાર પ્રાણી કહેવાય છે. જે ઘરમાં કૂતરું હોય છે તે ઘરના સદસ્ય બરાબર હોય છે. માલિક પ્રત્યે પોતાની વફાદારી દાખવતા કૂતરાઓ પાસે પોતાની સમસ્યા કહેવા માટે કોઇ રસ્તો નથી. પરંતુ તમે ક્યારેય નોટિસ કર્યું છે કે, ગરમીની સિઝનમાં કૂતરાઓ જીભ બહાર કાઢીને હાંફે છે. આ તેની મજબૂરી હોય છે. તે અમે તમને જણાવીશું...
કૂતરાની શરીરની રચના ઘણી અલગ હોય છે. જ્યારે ગરમીની સિઝનમાં આપણને ગરમીનો અનુભવ થાય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળી જાય છે. એટલે કે આપણા શરીરમાં રહેલી ગ્રંથીઓ આ કામ કરે છે પરંતુ કૂતરાના શરીર પર આ પ્રકારની ગ્રંથીઓ હોતી નથી. એટલા માટે તે પોતાના શરીરની ગરમી નિયંત્રિત કરવા માટે હાંફે છે અને આ પ્રયત્નો સતત ચાલું રાખે છે.
સામાન્ય રીતે કૂતરાઓને વધારે ગરમી લાગતી હોય છે. જેના કારણે તેઓ આવું કરતા હોય છે. જો શક્ય હોય તો પાલતુ શ્વાન માટે ઠંડુ વાતાવરણ અનૂકુળ કહી શકાય.
ઘણી વખત આપણે પાલતું જાનવરોની ઘણી હરકતો નજરઅંદાજ કરતા હોઇએ છીએ. પરંતુ તેઓ ઘણી સમસ્યાનો સામનો કરતા હોય તેવું પણ બને. એટલે શક્ય હોય ત્યાં સુધી તેની સ્થિતિ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.