નવી દિલ્હીઃ શું તું પણ બાળકોની જેમ જીદ કરે છે જયારે એવું કહેવામાં આવે છે જ્યારે તમે કોઇપણ વાત ઉપર એકદમ અડગ થઇ જાવ છો. જો કે બાળકોનું જિદ્દી થવું અને મોટા વ્યક્તિનું જિદ્દી થવું તેમાં અંતર હોય છે. મોટા વ્યક્તિ કોઈ કારણને લીધે જીદ કરે છે તો ઘણી વખત બાળકો કારણ વગર જીદ કરતા હોય છે. ઘણી વખત માતા-પિતાએ પોતાના બાળકોની જીદને કારણે શરમાવું પડે છે. દરેક બાળક ચંચળ અને માસૂમ હોય તે જરૂરી નથી. અમુક બાળકો ખૂબ જ વધારે જિદ્દી હોય છે. તેમની જીદનું કારણ શું છે અને તમે તેમાં કેવી રીતે બદલાવ લાવી શકો છો તે જાણવું જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમજવાની કોશિશ કરો-
જો તમારું બાળક જીદ્દી બનતું જઈ રહ્યું છે તો તે જાણવાની કોશિશ કરો કે તેનો સ્વભાવ કેવો છે અથવા તમારાથી ક્યાં ભૂલ થઈ રહી છે. હકીકતમાં ઘણી વખત બાળકો એટલા માટે પણ જિદ્દી બની જાય છે, કારણ કે માતા-પિતા તેમને સમજતા નથી અથવા તો કહી શકાય કે સમજાવી શકતા નથી. કોઈ પણ વાતની ફરમાઈશ કરવા પર તમે કેવી રીતે રિએક્ટ કરો છો તે તમારા બાળકની જીદ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે જો બાળકે કોઈ પણ વસ્તુની ફરમાઈશ કરી અને તમે પૂરી ના કરી તો તે જીદ પર આવી જાય છે અને બાદમાં તમે આ ચીજને પૂરી કરી દો છો તો બાળકને લાગે છે કે પોતાની કોઈ વાત મનાવવા માટે જિદ્દી બનવું જરૂરી છે.


તેમની વાત સાંભળો-
અમુક બાળકો અન્ય બાળકોની સરખામણીમાં ઓછું બોલતા હોય છે અને તેમને લાગે છે કે તેમની એક વખત કહેવામાં આવેલી વાતને સમજમાં આવી જવી જોઈએ. આવા બાળકોની વાતને ધ્યાનથી સાંભળો અને સમજવાની કોશિશ કરો. જ્યારે તમે બાળકોને મોટા વ્યક્તિની જેમ ટ્રીટ કરો છો અને તેની સાથે દલીલ કરવાનું શરૂ કરો છો તો તેઓ જિદ્દી થવા લાગે છે. તેમને લાગે છે કે તેઓ સાચા છે અને કોઈ તેમની વાતો સાંભળતું નથી, તો તેઓ પોતાની વાત મનાવવા માટે જીદ કરવા લાગે છે. તેવામાં તેમની વાત પર ધ્યાન આપો અને સાથોસાથ તે ખોટા છે તો તેમને સમજાવો.


બળજબરી નહીં-
કેટલાક માતાપિતાને ખૂબ જ ખરાબ આદત હોય છે કે તેઓ બાળકોની સાથે બળજબરી કરીને કોઈ કામ કરવા માંગે છે. પોતાના બાળકો સાથે ક્યારેય પણ બળજબરી કરવી નહીં. જો તેઓ કોઈ કામને કરવાથી મનાઈ કરે છે તો તે વાતને સમજો. તેને પ્રેમથી તે કાર્યનું મહત્વ સમજાવો. તેમને જણાવો કે જો તેઓ આ કામ કરી લે છે તો તેમના માટે સારું રહેશે. જ્યારે માતા પિતા આવું ન કરીને કોઈ વસ્તુ પોતાના બાળકો પર લાદે છે તો બાળક ગુસ્સે થઈને જિદ્દી બની જાય છે આવું કરવાથી બચો.


સન્માન આપો-
ઘણી વખત માતા-પિતા પણ એવી ભૂલો કરે છે, જે તેમણે ન કરવી જોઈએ. ભલે તમે બાળકને જન્મ આપ્યો હોય, પરંતુ તેમની અંદર પણ ભાવનાઓ અને વિચારવા સમજવાની શક્તિ હોય છે. કોઈપણ ઉંમરમાં તેમની સાથે ખરાબ વર્તન ના કરો. તેના પર સખત જરૂર રહો, પરંતુ તેમના સન્માનને ધૂળમાં ના મેળવો. બાળકોની અંદર પણ ગર્વ હોય છે અને જ્યારે તેમના માતા-પિતા જ તેમને તોડવા લાગે છે તો તેઓ જિદ્દી બની જાય છે. આ વાતનું ધ્યાન રાખવું અને સખ્તાઈની સાથે સાથે પ્રેમ દર્શાવવાનું પણ ભૂલવું નહીં.