નવી દિલ્હીઃ તમે બાળકો માટે સાંજે નાસ્તામાં ચિલી ગાર્લિક પોટેટો બનાવવા માગો છો. તો તેને બનાવવું એકદમ સરળ છે. તે એક સ્વાદિષ્ટ વાનગી છે. તેને બનાવવામાં માત્ર થોડી જ મિનિટ લાગે છે. આ વાનગી બાળકોને બહુ પસંદ આવશે. તે ઉપરાંત તમે તેને કોઈ ખાસ પ્રસંગે બનાવી શકો છો. સરળતાથી બનનારી આ વાનગીની રેસિપી તમારે જાણવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રીતે ઘરે બનાવો ચિલી ગાર્લિક પોટેટો:
સામગ્રી:
1. તેલ
2. મીઠું
3. ઉકાળેલા બટાકા - 4થી 5 નંગ
4. લસણની પેસ્ટ - 2 ચમચી
5. મકાઈનો લોટ - 2 ચમચી
6. ચિલી ફ્લેક્સ - 1 નાની ચમચી
7. કાપેલા ધાણાના પત્તા


ચિલી ગાર્લિક પોટેટો બનાવવાની રીત:
સ્ટેપ-1
ઉકાળેલા બટાકાને છીણી નાંખો


સ્ટેપ-2
કોર્ન ફ્લોર, ચિલી ફ્લેક્સ, લસણની પેસ્ટ અને લીલા ધાણા નાંખો. બધી સામગ્રીને એકસાથે મિક્સ કરો.


સ્ટેપ-3
હવે આ મિશ્રણને નાના-નાના ગોળાકારમાં બનાવી લો.


સ્ટેપ-4
એક નોન સ્ટીકમાં થોડું તેલ ગરમ કરીને તેને તળી લો


સ્ટેપ-5
હવે તમે તેને પોતાની મનપસંદ ચટણીની સાથે પીરસી શકો છો


લસણમાં પોષક તત્વ:
કોરોનાકાળમાં લસણનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું છે. એવામાં લસણ શરીરની ઈમ્યૂનિટી વધારવા અને બીમારીઓમાંથી બચાવવામાં મદદ કરશે. લસણમાં એલિકિન હોય છે. આ એક ઔષધિય છે જે એન્ટી વાયરલ, એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ છે. તેનું સેવન અનેક રીતે કરી શકાય છે. લસણમાં પોષક તત્વ વિટામિન એ,બી,સી અને સલ્ફ્યૂરિક એસિડ વિશેષ માત્રામાં મળી આવે છે. તેની અંદર સલ્ફર મળી આવે છે. તેના કારણે તેનો સ્વાદ તીખો હોય છે. લસણ અનેક બીમારીઓમાં ફાયદાકારક છે. લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેનાથી હ્રદય સ્વસ્થ રહે છે. તે તમારા પાચન તંત્રને યોગ્ય રાખવામાં મદદ કરે છે.