Chocolate Day: સાવ કડવી હતી ચોકલેટ...કેવી રીતે મધ ઝરતી બની ગઈ? `ચોકલેટ ડે` પર રોમેન્ટિક શાયરીઓ
Chocolate Day: વેલેન્ટાઈન વીકમાં ત્રીજો દિવસ એટલે કે 9મી ફેબ્રુઆરી ચોકલેટ ડે તરીકે ઉજવાય છે. ચોકલેટ અને મિઠાઈના આદાન પ્રદાન માટે સમર્પિત દિવસ. વેલેન્ટાઈન ડેની શરૂઆતમાં આ દિસે કડવી ચીજો પીવાતી હતી, 16મી સદી સુધી ચોકલેટ કડવી જ હતી.
World Chocolate Day: દર વર્ષે ફેબ્રુઆરી મહિનાનું બીજું અઠવાડિયું વેલેન્ટાઈન વીક તરીકે આખી દુનિયામાં ઉજવવામાં આવે છે. આ અઠવાડિયું પ્રેમ, પ્રેમની શક્તિને સમર્પિત છે અને લોકોને આગ્રહ કરે છે કે તેઓ જેમને પ્રેમ કરે છે તેમના પ્રત્યે પોતાની ભાવનાઓને વ્યક્તિ કરે. જે લોકો રિલેશનશીપમાં છે તેઓ પોતાના પાર્ટનર સાથે આખું અઠવાડિયુ વિતાવશે. વેલેન્ટાઈન વીક 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઉજવવામાં આવે છે. આ અઠવાડિયાની શરૂઆત રોઝ ડેથી થાય છે અને વેલેન્ટાઈન ડે પર પૂરું થાય છે.
ચોકલેટ ડેનું ચલણ અને મહત્વ
વેલેન્ટાઈન વીકમાં ત્રીજો દિવસ એટલે કે 9મી ફેબ્રુઆરી ચોકલેટ ડે તરીકે ઉજવાય છે. ચોકલેટ અને મિઠાઈના આદાન પ્રદાન માટે સમર્પિત દિવસ. વેલેન્ટાઈન ડેની શરૂઆતમાં આ દિસે કડવી ચીજો પીવાતી હતી, 16મી સદી સુધી ચોકલેટ કડવી જ હતી. પરંતુ ત્યારબાદ તે એક સ્વાદિષ્ટ મીઠાશવાળી ચોકલેટમાં ફેરવાઈ ગઈ.
એવું કહેવાય છે કે વર્ષ 1519માં સ્પેનિશ હર્નાન કોર્ટેસને ચોકલેટ પીવા માટે અપાઈ. જેને તે પોતાની સાથે સ્પેન લઈ ગયો અને સારા સ્વાદ માટ તેમાં વેનિલા, ખાંડ અને તજ ઉમેર્યા. ત્યારબાદ વર્ષ 1550માં યુરોપમાં પહેલીવાર 7 જુલાઈના રોજ ચોકલેટ ડે મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દુનિયાભરના દેશોમાં તે સેલિબ્રેટ થવા લાગ્યો. સ્વાદ બદલાયા બાદ ચોકલેટ દુનિયાભરમાં પસંદ થવા લાગી.
તુર્કી-સીરિયામાં મોતનો આંકડો 15000ને પાર, 'ભૂકંપ ટેક્સ' પર લોકોનો હવે ગુસ્સો ફૂટ્યો
લિંગની સાઈઝ વધારવાના ચક્કરમાં યુવકે એવો ખેલ કરી નાખ્યો...અત્યંત ચોંકાવનારો કિસ્સો
તુર્કીનું એક Ghost village, દરેક ઘરમાં પુલ ઝકૂઝી છતા 600 મકાન ખાલી?
ચોકલેટ ડે પર આ શાયરીઓ પણ પ્રેમી/પ્રેમિકાને મોકલો
1. દિખાવે કી મોહબ્બત સે બેહતર હૈ હમસે નફરત જનાબ!
હમ સચ્ચે જઝબાતો કી બડી કદર કરતે હૈ, આજ ચોકલેટ ડે હૈ!
હેપ્પી ચોકલેટ ડે!
2. મીઠા તો હોના ચાહિએ, મીઠે સે જ્યાદા પ્યાર હોના ચાહિએ
દુનિયામેં કુછ ના હો ઈતના મીઠા, જીતના મીઠા અપના સાથ હોના ચાહીએ
હેપ્પી ચોકલેટ ડે
3. હર રિશ્તે મે વિશ્વાસ રહેને દો
ઝુબાન પર હર વક્ત મિઠાસ રહેને દો
યહી તો અંદાઝ હૈ જિંદગી જીને કા
ન ખુદ રહો ઉદાસ, ન દૂસરો કો રહેને દો
હેપ્પી ચોકલેટ ડે!
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube