નવી દિલ્હીઃ સામાન્ય રીતે આજકાલ બેકરીમાં કેકની અનેક વેરાયટી મળી જાય છે. પરંતુ કોઈપણ ખાસ પ્રસંગને વધારે ખાસ બનાવવા માટે તમે કેકને ઘરમાં તૈયાર કરી શકો છો. અમે આજે તમને બતાવીશું બ્લેક ફોરેસ્ટ કેક બનાવવાની રેસિપી.અમદાવાદ: ક્રિસમસ સામાન્ય રીતે ક્રિશ્વિયન લોકોનો તહેવાર છે. પરંતુ આજના સમયમાં બધા ધર્મના લોકો તમામ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરે છે. ક્રિસમસ પર કેક કાપીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આજકાલ બેકરીમાં કેકની અનેક વેરાયટી મળી જાય છે. પરંતુ કોઈપણ ખાસ પ્રસંગને વધારે ખાસ બનાવવા માટે તમે કેકને ઘરમાં તૈયાર કરી શકો છો. પરંતુ જો તમે આ ખાસ તહેવારને વધુ શાનદાર બનાવવા માગો છો તો ઘર પર કેક તૈયાર કરો. આજે અમે તમને બ્લેક ફોરેસ્ટ કેકની રેસિપી જણાવીશું. જેને તમે ઈંડા વિના અને ઓવન વિના સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામગ્રી:
1. મેંદો 3/4 કપ


2. અડધો કપ દૂધ


3. અડધો કપ કન્ડેસ્ડ મિલ્ક


4. 1/4 ખાંડ


5. 1/4 ચોકો ચિપ્સ


6. 1/4 કપ કોકો પાઉડર


7. એક ચમચી કોપી


8. એક ચમચી બેકિંગ પાઉડર


9. અડધી ચમચી બેકિંગ સોડા


10. 2 ટેબલ સ્પૂન ચેરી


આવી રીતે બનાવો કેક:
કેક બનાવવા માટે સૌથી પહેલાં તમે એક મિક્સિંગ બાઉલ લઈને તેમાં ચોકો ચિપ્સ, કોફી અને ગરમ દૂધ લઈને સારી રીતે મિક્સ કરો. ચોકો ચિપ્સ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ. તેના પછી તેમાં તમે કન્ડેસ્ડ મિલ્ક, ખાંડ અને રિફાઈન્ડ ઓઈલ નાંખો અને બધી વસ્તુને મિક્સ કરો. ખાંડ મિક્સ થઈ જાય પછી તમે બાઉલની ઉપર ચાળણી રાખી તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને કોકો પાઉડર ચાળી નાંખો. ચાળવું એટલા માટે જરૂરી છે કેમ કે તેમાં ક્યાંય ગાંઠ ન રહી જાય. હવે બધી વસ્તુને ફરીથી મિક્સ કરો અને તેમાં બે ટેબલ સ્પૂન ચેરી નાંખો. તેના પછી મિશ્રણને થોડા સમય માટે સાઈડમાં મૂકી દો.


હવે કઢાઈમાં સ્ટેન્ડ રાખો અને તેને પ્લેટથી ઢાંકીને 5 મિનિટ મીડિયમ તાપ પર પ્રી-હિટ માટે રાખો. તેની વચ્ચે તમે એક 8 ઈંચની કેક મોલ્ડ લઈને તેમાં થોડું ઓઈલ નાંખીને બ્રશથી ગ્રીસ કરી લો. ત્યારબાદ તેમાં બટર પેપર રાખો અને બટર પેપરને પણ ગ્રીસ કરી દો.


હવે તેમાં કેકનું મિશ્રણ નાંખો. 5 મિનિટ સુધી પ્રી-હિટ નોન-સ્ટીકમાં સ્ટેન્ડની ઉપર તમે કેક મોલ્ડને રાખો અને નોન-સ્ટીકને ઢાંકી દો.  ત્યારબાદ મીડિયમ તાપ પર કેકને 30થી 40 મિનિટ સુધી બેક કરો. 30 મિનિટ સુધી તમે તેમાં ટૂથપિક નાંખીને ચેક કરો. જો ટૂથપિકમાં મિશ્રણ થોડું પણ ચોંટે તો તેને થોડું વધારે બેક થવા દો. જો મિશ્રણ ન ચોંટે તો સમજો કે કેક તૈયાર છે.


હવે ગેસને બંધ કરો. મોલ્ડને નોન-સ્ટીકમાંથી કાઢીને ઠંડી થવા દો. જ્યારે કેક ઠંડી થઈ જાય તો તેને મોલ્ડમાંથી કાઢી લો. હવે તમે તેને તમારી રીતે શણગારી શકો છો. ડેકોરેશન માટે તમે કેકની ટોપ પર વ્હિપિંગ ક્રીમ નાંખીને તેને સ્પ્રેડ કરી શકો છો. અને ઉપરથી ચોકલેટ, ચેરી, ડ્રાય ફ્રૂટ્સ વગેરે નાંખીને સારી બનાવી શકો છો.