Cleaning Tips: કોઈ ખાસ પાવડરની જરૂર નહીં પડે, દેવી-દેવતાઓની મૂર્તિ 5 મિનિટમાં ચમકી જશે ઘરે બનાવેલા આ લીક્વીડથી
Cleaning Tips: ઘરમાં જે દેવી-દેવતાઓની મૂર્તિઓ અને પિત્તળના વાસણ હોય છે તે થોડા દિવસમાં કાળા પડવા લાગે છે. પરંતુ આવું તમારી સાથે હવે નહીં થાય. આજે તમને મંદિરમાં રાખેલી મૂર્તિઓ અને પિત્તળના વાસણ સાફ કરવાની જબરદસ્ત ટીપ્સ જણાવીએ.
Cleaning Tips: જે રીતે ઘરમાં રોજ સાફ-સફાઈ થાય છે તે રીતે વાર તહેવારે ઘરમાં રહેલા મંદિરની પણ સાફ-સફાઈ થાય છે. જ્યારે મંદિરની સફાઈ થાય છે ત્યારે દેવી-દેવતાઓની મૂર્તિને પણ સાફ કરવામાં આવે છે. ઘરમાં રાખેલી પિત્તળની મૂર્તિને સાફ કરવા માટે મોટાભાગે લોકો પાવડર જેવી વસ્તુનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને પણ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને પિત્તળના વાસણને સારી રીતે સાફ કરી શકો છો.
આ પણ વાંચો: Face Pack: ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે ઉપયોગ કરો ઘરમાં રહેલી આ 3 વસ્તુઓનો
ભગવાનની મૂર્તિ હોય કે પિત્તળના વાસણ થોડા સમયમાં તેની ઉપર કાળાશ દેખાવા લાગે છે. જે રીતે સામાન્ય વાસણ સાફ કરીએ તે રીતે આ મૂર્તિઓ અને પિત્તળના વાસણને સાફ કરવામાં આવે તો તેનાથી રીઝલ્ટ મળતું નથી. પરંતુ ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનું એક મિશ્રણ તૈયાર કરીને જો તમે આ વસ્તુઓ સાફ કરશો તો માત્ર 5 મિનિટમાં જ ભગવાનની મૂર્તિ અને પિત્તળના વાસણ નવા હોય તેવા ચમકી જશે.
કઈ વસ્તુઓની પડશે જરૂર ?
આ પણ વાંચો: 1 અઠવાડિયામાં સફેદ વાળ મૂળમાંથી કાળા થવા લાગશે, ટ્રાય કરો હળદરનું આ હેર માસ્ક
ઘરે જ પિત્તળના વાસણ સાફ કરવાનું લીક્વીડ બનાવવા માટે લીંબુ, મીઠું, ગરમ પાણી, સાઈટ્રિક એસિડ અને ડીટરજન્ટ પાવડરની જરૂર પડશે.
કેવી રીતે કરવો ઉપયોગ
આ પણ વાંચો: Honey Purity Test: મધ અસલી છે નકલી 5 મિનિટમાં જ જાણવું હોય તો ટ્રાય કરો આ સરળ ટ્રીક
એક વાસણમાં ગરમ પાણી કરી તેમાં લીંબુ, એક ચમચી સાઈટ્રિક એસિડ ઉમેરી અડધી કલાક માટે પાણીને ઢાંકીને રાખો. 30 મિનિટ પછી પાણીમાં બે ચમચી ડિટર્જન્ટ પાવડર મિક્સ કરો. મિશ્રણને સારી રીતે હલાવી લો અને તેમાં ભગવાનની મૂર્તિ રાખી દો. 5 મિનિટ પછી મૂર્તિને બહાર કાઢીને સાફ કરશો તો મૂર્તિ નવી હોય તેવી ચમકી જશે.
આ પણ વાંચો: Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ
ઉપર જણાવેલા પાણી ઉપરાંત તમે આમલીના પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. આમલીને પાણીમાં 15 મિનિટ માટે પલાળી લેવી ત્યાર પછી એ પાણીનો ઉપયોગ કરવાથી પિત્તળના વાસણના ડાઘ ધબ્બા દૂર થઈ જાય છે.
પિત્તળના વાસણ અને ભગવાનની મૂર્તિને સાફ કરવા માટે સિંધવ મીઠું, લોટ અને વિનેગરનો ઉપયોગ પણ કરી શકાય છે. ત્રણેય વસ્તુને બરાબર માત્રામાં લઈને પેસ્ટ બનાવી તેનાથી વાસણ સાફ કરવા.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)