Coconut Water: નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તેનાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને અન્ય પોષક તત્વો હોય છે જે શરીરને હાઇડ્રેટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નાળિયેર પાણીનો ઉપયોગ ત્વચા પર પણ કરી શકાય છે અને તેનાથી પણ અનેક લાભ થાય છે. જો તમે આજ સુધી ફક્ત નાળિયેર પાણી પીધું જ છે તો તમને જણાવી દઈએ કે તમે નાળિયેર પાણીને ત્વચા પર અપ્લાય કરી શકો છો. જો તમે નાળિયેર પાણી પીવાની સાથે તેને ચહેરા પર પણ લગાડો છો તો તેનાથી ત્વચાને આ ફાયદા થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાળિયેર પાણીથી ત્વચાને થતા લાભ


આ પણ વાંચો: કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વિના પણ વાળ અને ત્વચા બનશે સુંદર, નિયમિત ખાવાનું રાખો નાળિયેર


નાળિયેર પાણી ચહેરાને તુરંત હાઇડ્રેટ કરે છે અને ત્વચાને કોમલ બનાવે છે સાથે જ કરચલીઓ પણ ઓછી કરે છે. નાળિયેર પાણીમાં જે એન્ટીઓક્સિડન્ટ હોય છે તે ફ્રીરેડિકલ્સથી થતા નુકસાનને ઓછું કરવામાં મદદ કરે છે. નાળિયેર પાણીનો ઉપયોગ કરીને તમે ચહેરા પરના ડાઘ ધબ્બાને પણ ઓછા કરી શકો છો અને ત્વચાને ચમકદાર બનાવી શકો છો. 


નાળિયેર પાણીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફોંગલ ગુણ હોય છે જે ખીલને વધતા અટકાવવામાં મદદ કરે છે. સાથે જ તે સ્કિન પોર્સને બંધ કરી અને બેક્ટેરિયાને વધતા અટકાવે છે. 


આ પણ વાંચો: Hair Care: માથામાં ટાલ પડી જાય તે પહેલા ખરતાં વાળને અટકાવો, આજથી જ શરુ કરો આ ઉપાય


નાળિયેર પાણીમાં એવા ઘણા બધા તત્વો હોય છે જે ત્વચાને સૂર્યપ્રકાશથી થતા નુકસાનથી બચાવે છે. નાળિયેર પાણી સનર્બનને રોકી શકે છે. નાળિયેર પાણીમાં જરૂરી વિટામીન અને ખનીજ હોય છે જે ત્વચાને પોષણ આપે છે અને સ્વસ્થ બનાવે છે. 


નાળિયેર પાણીનો કેવી રીતે કરવો ઉપયોગ?
 
ચહેરા પર નાળિયેર પાણીનો ઉપયોગ કરવાની અલગ અલગ રીતો છે. તમે નાળિયેર પાણીને ચહેરા પર ડાયરેક્ટ અપ્લાય પણ કરી શકો છો અને અન્ય વસ્તુઓ સાથે ઉમેરીને પણ લગાડી શકો છો. જો તમે નાળિયેર પાણીને ચહેરા પર લગાડવા માંગો છો તો રૂ ની મદદથી નાળિયેર પાણીના ચહેરા પર સારી રીતે અપ્લાય કરો. પાંચથી દસ મિનિટ માટે તેને રહેવા દો અને પછી સાદા પાણીથી ચહેરો સાફ કરી લો.


આ પણ વાંચો: Lip Care: ફાટેલા હોઠ એક દિવસમાં બની જશે સોફ્ટ, દાદીમાના આ નુસખા ઝડપથી કરે છે અસર


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)