Tea And Biscuits: ઘણા લોકો દિવસની શરૂઆત ચા અને બિસ્કીટથી કરતા હોય છે. કેટલાક લોકોને ચા અને બિસ્કીટ ખાવાની આદત હોય છે. આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે ચા સાથે બિસ્કિટ ખાવાથી એસિડિટી થતી નથી. તો વળી કેટલાક લોકોને ચા સાથે બિસ્કીટ નો સ્વાદ ખૂબ જ પસંદ હોય છે. કારણ કોઈ પણ હોય પરંતુ જો ચા સાથે બિસ્કીટ ખાવાની આદત તમને પણ હોય તો આજથી જ આ આદત બદલી દેજો. ચા સાથે બિસ્કીટ ખાવાથી શરીરમાં ચાર ગંભીર બીમારી થવાનું જોખમ વધી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઉનાળામાં ખોટા સમયે અને વધારે પ્રમાણમાં છાશ પીવાથી થાય છે નુકસાન, જાણો યોગ્ય સમય


Period Cramps: માસિક સમયે આ 4 વસ્તુ ખાવાનું રાખશો તો દવા વિના મળશે દુખાવાથી મુક્તિ


રાત્રે પાણીમાં પલાળેલી રાઈનું પાણી શરીર માટે છે દવા, અનેક સમસ્યામાં આપે છે રાહત


હેલ્થ નિશાન તો પણ જણાવે છે કે ચા અને બિસ્કીટ ખરાબ ફૂડ કોમ્બિનેશનમાંથી એક છે. ચા સાથે બિસ્કીટ ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે મોટાભાગના બિસ્કીટ શરીરમાં ફેટ વધારે છે. જેના કારણે સ્થૂળતા સહિતની બીમારી વધે છે. તેમાં પણ ચા સાથે બિસ્કીટ ખાવામાં આવે તો શરીરમાં ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. 


ડાયાબિટીસ


ચા અને બિસ્કીટ સાથે લેવાથી શરીરમાં ઇન્સ્યુલિન વધી જાય છે. બિસ્કીટમાં અલગ અલગ પ્રકારના કેમિકલ અને પ્રિઝર્વેટિવ તેમજ વધારે માત્રામાં મીઠું અને ખાંડ નો ઉપયોગ થાય છે. જેના કારણે બ્લડ સુગર ઝડપથી વધે છે. તેમાં પણ ચા કે કોફી સાથે બિસ્કીટ લેવામાં આવે તો શરીરમાં બ્લડ સુગર સ્પાઈક થાય છે. 


કરચલીઓ પડવી


આપણે જે પણ વસ્તુ ખાતા પીતા હોય તેની અસર ત્વચા પર પડે છે. તેવી જ રીતે ચા અને બિસ્કીટ નું કોમ્બિનેશન પણ ત્વચાને અસર કરે છે. બિસ્કીટમાં જે રિફાઇન્ડ સુગર નો ઉપયોગ થાય છે તે શરીર માટે પોષક નથી. તેના કારણે ત્વચા ઉપર વૃદ્ધત્વની અસર ઝડપથી વધે છે. એટલે કે ત્વચા પર કરચલીઓ ઝડપથી પડવા લાગે છે. 


વજન વધવું


બિસ્કીટમાં કેલેરી અને ફેટ ભરપૂર પ્રમાણમાં હોય છે. એક સાદા બિસ્કીટમાં 40 કેલેરી હોય છે. જો બિસ્કીટ ક્રીમ વાળું હોય તો 100 થી 150 કેલેરી એક બિસ્કીટમાં હોય છે. સાથે જ તે મેંદા થી બનેલું હોય છે જે વજન ઝડપથી વધારે છે.


દાંત માટે હાનિકારક


ચા અને બિસ્કીટ નું કોમ્બિનેશન દાંત ઉપર પણ ખરાબ અસર કરે છે. ચા અને બિસ્કીટ બંને સાથે લેવાથી દાંત અને પેઢા અને નુકસાન થાય છે. તેના કારણે મોઢામાં બેક્ટેરિયા સહિતની બીમારીઓ વધવા લાગે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)