નવી દિલ્હીઃ ભારતના મોટા ભાગના ઘરોમાં સવારે અને સાંજે ભોજનમાં રોટલી જરૂર બને છે. રોટલી વગર ભોજનની થાળી અધૂરી માનવામાં આવે છે. જ્યાં સુધી થાળીમાં રોટલી, દાળ, ભાત અને શાક ન હોય તો ભોજન અધૂરૂ માનવામાં આવે છે. આપણે આપણા પરિવારની પસંદનો ખ્યાલ રાખવા હોઈએ પરંતુ અજાણતા ભૂલ કરીએ તો તેની અસર પરિવારના સ્વાસ્થ્ય પર પડે છે. રોટલી બનાવવા સમયે કેટલાક લોકો નાની-નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોનું પાલન કરવાનું ભૂલી જાય છે. જેનાથી ભોજનના બધા પોષક તત્વો આપણા શરીર સુધી પહોંચી શકતા નથી. લોટ ગૂંથવાથી લઈને રોટલી સેકવા સુધી દરેકનું યોગ્ય રીત હોય છે. જેને ફોલો કરવાથી ભરપૂર ફાયદો મળે છે. જાણો રોટલી બનાવવા સમયે કઈ ભૂલ ન કરવી જોઈએ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોટ ગૂંથ્યા બાદ તત્કાલ ન બનાવો રોટલીઃ મોટા ભાગના લોકો તે ભૂલ કરે છે કે લોટ ગૂંથ્યા બાદ તત્કાલ રોટલી ન બનાવો. આમ ન કરવું જોઈએ. દાદી-નાનીને જોયા હશે કે લોટ ગૂંથ્યા બાદ તે થોડો સમય રાખતા હતા. જેનાથી તે સારી રીતે સેટ થઈ જાય અને સોફ્ટ થઈ જાય. આવા લોટથી રોટલી બનાવવાથી મુલાયમ અને સારી બને છે. તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે.


લોખંડના તવાનો ઉપયોગ કરોઃ કેટલાક લોકો મોર્ડન સ્ટાઇલની ચક્કરમાં નોન સ્ટિક તવા પર રોટલી બનાવે છે. તે સ્વાસ્થ્ય માટે સારૂ નથી. જો તમે પણ આવું કરો છો તો આ ટેવ બદલો. રોટલી હંમેશા લોખંડના તવા પર બનાવવી જોઈએ. તેનાથી શરીરને આયરન મળે છે અને સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. 


આ પણ વાંચોઃ ગાજરની મદદથી વાળ થશે લાંબા અને મજબૂત, સલૂનમાં ટ્રીટમેન્ટ કરાવ્યા જેવી થશે અસર


રોટલીને રાખવાની રીતઃ મોટા ભાગના લોકો ઘરોમાં રોટલીને ગરમ રાખવા કે પછી હોટલેસમાં મુલાયમ રાખવા માટે એલ્યુમિનિયમ ફોયલ પેપરનો ઉપયોગ કરે છે. ગરમ રોટલીને ફોયલમાં રેપ કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેનાથી સારૂ છે કે જો કમે કોઈ કપડામાં રોટલી બનાવ્યા બાદ રાખી શકો છો. જો તમે ઈચ્છો તો બટર પેપરનો ઉપયોગ કરી શકો છો.


કયાં લોટની રોટલી ખાય રહ્યાં છોઃ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે કે તમે યોગ્ય અનાજને તમારા ડાઇટમાં સામેલ કરો. શહેરોમાં રહેતા લોકો હવે ચક્કીથી લોટ દળાવવાનું બંધ કરી દીધુ છે. તેની જગ્યાએ પેકેટબંધ લોટ ખરીદવા લાગ્યા છે. આ લોટ સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. તેની જગ્યાએ તમે ચક્કી પર પીસાવેલા લોટનો ઉપયોગ કરો. ઘઉંના લોટની જગ્યાએ મલ્ટીગ્રેન લોટની રોટલી પરિવારને ખવળાવો.