એપ્રિલનો મહિનો શરૂ થઇ ગયો છે. આ સાથે જ ગરમીના દિવસો હવે ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. આ બદલાતી સિઝનમાં ઘણા લોકો પંખો ચાલુ કરીને સૂઇ જાય છે. આપણામાંથી ઘણા લોકોને એવું લાગે છે કે પંખાની હવાને ગાઢ ઉંઘ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે પંખાના અવાજના લીધે પણ ઉંઘની ક્વોલિટી પર અસર પડે છે. મોટાભાગના લોકો પંખાના અવાજથી ચિડાઇ જાય છે અને ઓછા અવાજવાળા પંખા ખરીદે છે. પરંતુ આજે અમે તમને પંખો ચાલુ કરીને ઉંઘવા વિશે એવી વાતો જણાવીશું કે જેના વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે વધે છે ઊંઘની ક્વોલિટી
એક સંશોધન મુજબ પંખાનો અવાજ આપણી ઊંઘની ગુણવત્તામાં વધારો કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ પંખામાંથી નીકળતો અવાજ આપણી ઊંઘની ગુણવત્તામાં વધારો કરે છે. એટલું જ નહીં, પંખો ચાલુ રાખીને સૂવાથી મગજ પર અસર થાય છે અને વ્યક્તિ ઝડપથી સૂઈ જાય છે. આ સંશોધન 40 બાળકો પર કરવામાં આવ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે પંખો ચલાવીને સૂવાથી 80 ટકા બાળકો માત્ર 5 મિનિટમાં ગાઢ નિંદ્રામાં સરી પડે છે. તેથી, પંખાના અવાજની આપણી ઊંઘ પર ઊંડી અસર પડે છે એમ કહેવું ખોટું નહીં હોય.


કેમ તબિયત ખરાબ થાય છે? 
આ તો રહી પંખાની અવાજની વાત, હવે આવો જાણીએ કે પંખામાંથી નિકળતી હવાની શું અસર પડે છે. આમ તો ગરમીની સિઝનમાં પંખાની હવા ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ બદલાતી સિઝનમાં આખી રાત અથવા મોડા સુધી પંખામાં રહેવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. જેના કારણે શરદી, એલર્જી, સૂકી આંખો અને ત્વચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે શિયાળાની ઋતુમાં આપણું શરીર પંખા વિના રહેવા માટે સૈચુરેટ થઇ ગયું હોય છે, એવામાં અચાનક આદત વગર આખી રાત પંખો ચાલુ રાખીને સૂવું એ આપણા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.


પંખો ચલાવીને ઉંઘતા પહેલાં જરૂર જાણો લો આ સલાહ
1- હવામાન બદલાતી વખતે ધીમે ધીમે પોતાને પંખાની આદત નાખો. તેનાથી બોડી પંખાની હવા માટે સરળતાથી સૈચુરેટ થઇ જશે. 
2- આખી રાત પંખો ચલાવીને ઉંઘવાનું ટાળો. જ્યારે લાગે કે હવે પંખાની હવાથી ઘણી સમસ્યા થઇ રહી નથે ત્યારે આખી રાત પંખો ચાલુ રાખો. 
3- પહેલાં દિવસે 1 કલાક પછી 2 કલાક અને એ રીતે ધીમે ધીમે શરીરને પંખા માટે સૈચુરેટ કરી શકો છો.