માત્ર 2 રૂપિયાનો થશે ખર્ચ અને શરીરમાંથી ઓગળીને નીકળી જશે Bad Cholesterol
Bad Cholesterol: એક રીસર્ચ અનુસાર ભારતમાં 25-30% શહેરી લોકો અને 15-20% ગ્રામીણ લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે. લોકો આ સમસ્યાની ગંભીરતા સમજે છે તેથી મોટાભાગના લોકોને એ ચિંતા હોય છે કે કોલેસ્ટ્રોલનું વધેલું સ્તર કેવી રીતે ઘટાડવું?
Bad Cholesterol : દરેક વ્યક્તિના શરીરમાં કોલેસ્ટ્રોલ તો હોય જ છે. આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક બેડ કોલેસ્ટ્રોલ અને બીજું ગુડ કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ એ લોહીમાં જોવા મળતો મીણ જેવો પદાર્થ હોય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો જીવ પર જોખમ ઊભું થઈ શકે છે. રક્ત પ્રવાહ કરતી નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જામવા લાગે તો રક્ત પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તેના કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
એક રીસર્ચ અનુસાર ભારતમાં 25-30% શહેરી લોકો અને 15-20% ગ્રામીણ લોકો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાય છે. લોકો આ સમસ્યાની ગંભીરતા સમજે છે તેથી મોટાભાગના લોકોને એ ચિંતા હોય છે કે કોલેસ્ટ્રોલનું વધેલું સ્તર કેવી રીતે ઘટાડવું? તો સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધે છે કેવી રીતે ? તો જણાવી દઈએ કે તળેલા ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ, ફાસ્ટ ફૂડ, વધારે ફેટવાળી વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે.
આ પણ વાંચો:
ઘરે બનાવો Hair Smoothing Cream, પાર્લરમાં જઈ નહીં કરવો પડે હજારો રુપિયાનો ખર્ચ
ટ્રીટમેન્ટ વિના વાળને સ્ટ્રેટ કરવા હોય તો વાપરો ઘરે બનાવેલું કોકોનટ વોટર સ્પ્રે
આ કારણથી જરૂરી છે ગેસના બર્નરની સફાઈ, જાણો કાળા પડેલા બર્નરને ચમકાવવાની રીત
જો કોઈ વ્યક્તિનું બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો સૌથી પહેલા તમારે તમારા આહારમાં ફેરફાર કરવો જોઈએ સાથે જ દરરોજ 30-45 મિનિટ હળવી કસરત પણ કરવી જોઈએ. કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે કેટલીક દવાઓ પણ ઉપલબ્ધ છે પરંતુ તેને લેતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.
હાર્વર્ડ હેલ્થ અનુસાર બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે સ્ટૈટીન દવાઓનો ઉપયોગ વધારે થાય છે. આ દવાની 10 ગોળીઓ 24 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે તમે વધેલું કોલેસ્ટ્રોલ 2.5 રૂપિયામાં કંટ્રોલ કરી શકો છો. આ દવાઓ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડશે અને તમે કોલેસ્ટ્રોલ મુક્ત જીવન જીવી શકશો. જો કે કોઈપણ દવા ડોક્ટરની સલાહ લીધા વિના લેવી નહીં.