નવી દિલ્લીઃ હૃદયરોગ ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં અગ્રેસર છે. મૃત્યુના બધા કારણોમાં ચોથા ભાગના કિસ્સાઓમાં હૃદયરોગ જવાબદાર છે. હૃદયરોગનું મુખ્ય કારણ હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીની સંકડાશ છે. જેને સામાન્ય ભાષામાં હૃદયની નળીઓના 'બ્લોકેજ ' તરીકે ઓળખવામાં આવે છે. આ બ્લોકેજ ચરબીયુક્ત પદાર્થથી બનેલા હોય છે જેને સામાન્ય રીતે '' કોલેસ્ટ્રોલ'' તરીકે ઓળખવામાં આવે છે. શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને કારણે હૃદયરોગ થાય છે.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરમાં જો કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય તો વ્યક્તિની પરેશાની વધી શકે છે. કારણ કે આનાથી ન માત્ર હૃદયરોગનો ખતરો નથી રહેતો, પરંતુ અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે: ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ. બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો હાર્ટ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. તીખું તળેલું અને હાઈ કેલોરી ખાદ્ય પદાર્થના વધારે પડતા સેવનથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. આવો જાણીએ કોલેસ્ટ્રોલથી થતી અન્ય સમસ્યાઓ.


1) હૃદય રોગની સંભાવના-
કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય તો હૃદય રોગની સંભાવના વધી જાય. આ માટે લોકોએ બને ત્યાં સુધી એવું ભોજન લેવું જોઈએ જેમાં લો કેલોરી હોય અને પોષ્ટિક હોય. લોકોએ બંને ત્યાં સુધી તીખું અને તળેલું ભોજન સાવ ઓછું કરી નાખવું જોઈએ.


2) કિડનીની સમસ્યામાં થઈ શકે વધારો- 
કોલેસ્ટ્રોલને કારણે તમારા સંપૂર્ણ શરીર પર અસર થઈ શકે. તેવામાં કિડની સંબંધિત સમસ્યા પણ વધી શકે છે. આ સમસ્યાથી દૂર રહેવા માટે લોકોએ તેલથી બનેલી ખાદ્ય વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. 


3) આંખોની રોશની જઈ શકે- 
કોલેસ્ટ્રોલના વધતા પ્રમાણની અસર આંખો પર પણ થઈ શકે. કોલેસ્ટ્રોલને કારણે આંખો પાસે રક્ત સંચાર થઈ શક્તો નથી, આ કારણે આંખોની રોશની પણ જઈ શકે છે. 


4) બ્રેન સ્ટ્રોક-
આ સિવાય શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય તો બ્રેન સ્ટ્રોકની સમસ્યા થઈ શકે. કોલેસ્ટ્રોલને કારણે રક્તસંચાર નથી થઈ શક્તો, જેને કારણે બ્રેન સ્ટ્રોકની સમસ્યા થઈ શકે છે. 


કોલેસ્ટ્રોલને કાબુમાં લેવા કરો આ કામ-
1) લોકોએ પોતાના આહારમાં લીલા શાકભાજી અને ફળો સામેલ કરવા જોઈએ. 
2) લોકોએ તંદુરસ્ત રહેવા દરરોજ કસરત કરવી જોઈએ.
3) લોકોએ દરરોજ થોડું વોકિંગ કરવું જોઈએ.
4) તીખી-તળેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. 
5) જંક ફુડને બદલે ઘરનું બનેલું જમવાનું લેવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)