Cooking hacks: દૂધ ફાટી જાય તો આ 5 રીતે કરી શકો છો તેનો ઉપયોગ, રોટલી તો રુ જેવી પોચી બનશે
Cooking hacks: ફાટેલા દૂધને માત્ર એક રીતે જ ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. ફાટેલા દૂધનો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો. આજે તમને જણાવીએ કે ફાટેલા દૂધનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય.
Cooking hacks: દૂધનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પરંતુ કેટલીક વખત એવું થાય છે કે ઘરે લઈ આવેલુ દૂધ ઉપયોગમાં આવે તે પહેલા જ કોઈ કારણસર ફાટી જાય. જો દૂધ ફાટી જાય તો ઘણા લોકો તેને ફેંકી દેતા હોય છે જ્યારે કેટલાક લોકો ફાટેલા દૂધનો પનીર તરીકે ઉપયોગ કરી લેતા હોય છે. પરંતુ ફાટેલા દૂધને માત્ર એક રીતે જ ઉપયોગમાં લઈ શકાય તેવું નથી. ફાટેલા દૂધનો ઉપયોગ તમે અલગ અલગ રીતે કરી શકો છો. આજે તમને જણાવીએ કે ફાટેલા દૂધનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય.
ફાટેલા દૂધનો આ રીતે કરો ઉપયોગ
આ પણ વાંચો: શિયાળામાં કરો ઉંબાડિયા પાર્ટી, ઘરે ચટાકેદાર ઉંબાડિયું બનાવવાની આ છે સરળ ટિપ્સ
- ફાટેલા દૂધનો ઉપયોગ તમે સ્મુધિમાં કરી શકો છો. ફાટેલા દૂધને ફળ કે અન્ય વસ્તુ સાથે મિક્સ કરી દેવાથી તેમાંથી આવતી સ્મેલ દૂર થઈ જાય છે અને તમને એક મલાઈદાર ઘટ્ટ સ્મુધિ મળે છે.
- ફાટેલા દૂધમાંથી તમે હેલ્થી ભુરજી બનાવીને પણ ખાઈ શકો છો. ફાટેલા દૂધને ગાળીને તેને અન્ય વેજીટેબલ સાથે મિક્સ કરી મસાલો કરીને તમે ભુરજી બનાવીને ખાઈ શકો છો.
- ફાટેલા દૂધનો ઉપયોગ કરીને તમે રોટલીનો લોટ પણ બાંધી શકો છો. રોટલીના લોટમાં ફાટેલા દૂધનું પાણી વાપરશો તો તેનાથી તમારી રોટલી રૂ જેવી સોફ્ટ થશે. ઠંડી થયા પછી પણ આ રોટલીનો સ્વાદ એવો ને એવો રહેશે.
આ પણ વાંચો: સફેદ વાળને કાળા કરવા ઘરે બનાવો નેચરલ કલર, લગાડતાની સાથે જ મૂળથી કાળા થઈ જશે વાળ
- ફાટેલા દૂધનો ઉપયોગ તમે શાક કે દાળમાં પણ કરી શકો છો. દૂધના પાણીનો ઉપયોગ કરવાથી દાળ સ્વાદિષ્ટ બને છે અને જો તમારા શાકમાં ગ્રેવી પાતળી થઈ ગઈ છે તો ફાટેલું દૂધ તેમાં ઉમેરી દેશો તો ગ્રેવી ઘટ્ટ થઈ જશે અને શાકનો સ્વાદ પણ વધી જશે.
- ફાટેલા દૂધનો ઉપયોગ કરીને તમે નુડલ્સ કે પાસ્તાની ગ્રેવી પણ બનાવી શકો છો. નુડલ્સ કે પાસ્તાની ગ્રેવીમાં ફાટેલું દૂધ અને તેનું પાણી ઉમેરી દેવાથી તેનો સ્વાદ વધી જાય છે.
- ફાટેલા દૂધનો ઉપયોગ તમે બેકિંગ દરમિયાન પણ કરી શકો છો. કોઈપણ વસ્તુ બેક કરતી વખતે જ્યાં ક્રીમ, દહીં કે માખણનો ઉપયોગ થતો હોય ત્યાં તમે આ દૂધને વાપરી શકો છો તેનાથી પેનકેક, કેક અને બ્રેડ સ્વાદિષ્ટ બને છે.
આ પણ વાંચો: શિયાળામાં ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે સ્કીન કેર રુટીનમાં સામેલ કરો આ 3 માંથી કોઈ 1 તેલ
- ફાટેલા દૂધનો ઉપયોગ કરીને તમે પેંડા પણ બનાવી શકો છો. ફાટેલા દૂધમાં થોડી ખાંડ ઉમેરીને તેને થોડીવાર પકાવી લેશો તો સરસ પેંડા તૈયાર થઈ જશે.
- જો તમારી ખાવા પીવાની કોઈ વસ્તુમાં દૂધનો ઉપયોગ ન કરવો હોય તો તમે સ્કીન કેર માટે પણ ફાટેલા દૂધને ઉપયોગમાં લઈ શકો છો. આ દૂધનું પાણી રૂ વડે ચહેરા પર લગાડી હળવા હાથે મસાજ કરવી. 10 મિનિટ પછી ચહેરો ધોશો તો તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાશે.
આ પણ વાંચો: Skin Care: શિયાળામાં હિરોઈન જેવી સુંદર ત્વચા માટે દૂધમાં આ વસ્તુ ઉમેરી પીવાનું રાખો
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)