સ્ટીલના વાસણમાં આ વસ્તુઓ પકાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક, ખરાબ થઈ જાય છે તબિયત
Health Tips: વર્ષો પહેલા ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ થતો હતો. હવે ફરીથી માટીના વાસણનું ચલણ વધી રહ્યું છે પરંતુ મોટાભાગે રસોડામાં સ્ટીલના વાસણનો જ ઉપયોગ થાય છે. સ્ટીલના તપેલા, પેન, કુકરમાં ભોજન નિયમિત રીતે બને છે અને તેમાં ભોજન ઝડપથી કુક પણ થઈ જાય છે. સ્ટીલના વાસણને સાફ કરવામાં વધારે તકલીફ પણ પડતી નથી.
Health Tips: વર્ષો પહેલા ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ થતો હતો. હવે ફરીથી માટીના વાસણનું ચલણ વધી રહ્યું છે પરંતુ મોટાભાગે રસોડામાં સ્ટીલના વાસણનો જ ઉપયોગ થાય છે. સ્ટીલના તપેલા, પેન, કુકરમાં ભોજન નિયમિત રીતે બને છે અને તેમાં ભોજન ઝડપથી કુક પણ થઈ જાય છે. સ્ટીલના વાસણને સાફ કરવામાં વધારે તકલીફ પણ પડતી નથી. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર નોનસ્ટીક, લોખંડ કે એલ્યુમિનિયમના વાસણમાં રાંધેલા ખોરાક કરતાં સ્ટીલના વાસણમાં ખોરાક રાંધવો હિતાવહ છે. જો કે સ્ટીલના વાસણમાં પણ કેટલીક વસ્તુઓ પકાવવી જોખમી સાબિત થઈ શકે છે. આજે તમને જણાવીએ સ્ટીલના વાસણમાં કઈ કઈ વસ્તુઓ પકાવવી હાનિકારક છે.
સ્ટીલના વાસણમાં ખોરાક રાંધવાથી થતા નુકસાન
આ પણ વાંચો:
Weight Loss Tips: આ 4 વસ્તુઓ રોજ ખાવાથી 15 દિવસમાં ઓગળી જશે પેટની લટકતી ચરબી
ખરતા વાળથી છો પરેશાન? ડુંગળીના રસમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો, ટાલમાં પણ ઉગશે નવા વાળ
Skin Care: કોફીનો આ 3 રીતે કરશો ઉપયોગ તો 40 વર્ષે પણ સ્કીન રહેશે 25 જેવી
- સ્ટીલના વાસણોમાં ખોરાક રાંધવાથી તેના કણ ખોરાકમાં પ્રવેશી શકે છે. ખોરાકને ધીમી આંચ પર લાંબા સમય સુધી રાંધવાની જરૂર હોય તો તેને સ્ટીલના વાસણમાં ન પકાવો.
-જો સ્ટીલના વાસણને તેના સ્મોક પોઈન્ટ કરતા વધુ ગરમ કરવામાં આવે તો તેમાં રહેલા ટ્રાઈગ્લિસરાઈડ્સ તૂટીને એસિડ્સ બની જાય છે. જે ભોજનમાં ભળી જાય છે અને તેનુ સેવન કરવાથી પેટને નુકસાન થાય છે.
સ્ટીલના વાસણોમાં આ વસ્તુઓ ન પકાવો
સ્ટીલના વાસણમાં એવી વસ્તુઓ ન પકાવો જેને પાણી અને નમક ઓગાળીને તૈયાર કરવામાં આવે. જેમાં નૂડલ્સ, પાસ્તા, મેકરોની જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આવી વસ્તુઓ સ્ટીલ સાથે મળી રિએક્ટ કરી શકે છે.
ઓવનમાં ન મુકવા સ્ટીલના વાસણ
સ્ટીલના વાસણ ઓવનમાં મુકવા હાનિકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી તેમાં આગ લાગવાનો ભય રહે છે.