ઝી બ્યૂરો રાખશે, અમદાવાદઃ સ્વાદ સાથે તમારા આરોગ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. ખાસ કરીને પુરૂષોના આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે પણ મખણા ફાયદાકારક છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મખણા આપણા સ્વાસ્થ્ય માટે કોઈ ખજાનાથી ઓછું નથી. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્નની સાથે એન્ટી-એજિંગ અને એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝથી ભરપુર છે મખણા(MAKHANA, FOXNUT, LOTUS SEEDS). ઘણીવાર લોકોને એવું લાગે છે કે સ્વાસ્થ્ય માટે લાભદાયી ખાદ્ય વસ્તુઓમાં કોઈ સ્વાદ નથી હોતો, પરંતુ મખણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તેમજ સ્વાદીષ્ટ હોય છે. મખણામાં કેલૌરી(CALORIES)ની માત્ર બહું ઓછી હોય છે. આયુર્વેદ(AYURVED)ની માન્યે તો શરીરના 3 દોષ- વાત, પિત્ત અને કફમાં થતા અસંતુલનને કારણે આપણે વ્યક્તિ બીમાર પડે છે. અને મખણા આ ત્રણેય દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે.
 
જ્યારે થોડી ભુખ લાગે છે, ત્યારે મોટા ભાગે લોકો ચિપ્સ અથવા તળેલો નાસ્તો આરોગે છે. જો કે મખણા સૌથી હેલ્થી સ્નેકમાંથી એક છે, કારણ કે તેમા કોલેસ્ટ્રોલ અથવા સેચ્યુરેટેડ ફેટ હોતું નથી. મખણા ખાવાથી મેટાબોલિઝમને સુધારી વેટ લોસ(WEIGHT LOSS)ની સાથે સાથે શરીરમાં રહેલા ટોક્સીન્સને પણ બહાર કાઢે છે. જો મખણાનું દૂધમાં મીક્સ કરીને સેવન કરવામાં આવે તો મખાનાના ફાયદા વધી જાય છે. રાત્રે સુતા પહેલા ગરમ દૂધ સાથે 6-7 મખાના લેવાથી સારી ઉંઘ આવે છે. જ્યારે નિંદર સારી આવશે ડિપ્રેશન અને એન્ઝાઈટીનો ખતરો રહેશે નહીં.

કેટલાક અભ્યાસમાં સાબિત થયું છે કે મખણા શારીરિક કમજોરીને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. સાથે જ પુરૂષોમાં આવતી નપુંસક્તા(INFERTILITY), લો સ્પર્મ કાઉન્ટ(LOW SPERM COUNT) જેવી બીમારીને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ફર્ટિલિટીથી જોડાયેલી સમસ્યાનું નિવારણ લાવવા પર આયુર્વેદમાં પણ મખણા ખાવાની સલાહ આપવામાં આવે છે. પુરૂષોની સાથે મહિલાઓમાં પણ જો ફર્ટિલિટીથી જોડાયેલી સમસ્યા હોય તો તેને મખણાથી દૂર કરી શકાય છે. સારા સ્વાસથ્ય માટે નિયમિત રૂપથી તેનું સેવન કરવું જોઈએ.

આવો જાણીએ મખણાના થોડા અજાણ્યા ફાયદાઓ-
- ફાઈબરથી ભરપુર મખણા પાંચનને મજબુત કરવામાં મદદ કરે છે. સાથે જ તેને ખાવાથી લાંબા સમય સુધી ભુખ લાગતી નથી, જેથી શરીરનો વજન પણ કાબૂમાં રહે છે.
- મખણામાં ભરપુર માત્રામાં મેગ્નીશિયમ હોય છે, જે શરીરમાં રક્ત, ઓક્સિજન અને અન્ય ન્યુટ્રીએન્ટ્સના ફ્લોને વધુ શ્રેષ્ઠ બનાવે છે. આથી હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે.
- મખણામાં અનેક પ્રકારના એન્ઝાઈમ્સ રહેલા છે. જે સ્કિનમાં કોલોજન વધારવાની પ્રક્રિયાને તેજ કરે છે, જેથી ચહેરા પર ઉંમર વધવાના નિશાન દેખાતા નથી.
-મખણા, લોહીને બ્લડ શુગર લેવલને અચાનક વધતુ રોકે છે અને શરીરમાં ઈન્સુલિનની પ્રક્રિયામાં પણ સુધાર લાવે છે. એટલે કે ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ મખણા ફાયદાકારક છે.

(નોટ- કોઈ પણ ઉપાય લાગૂ કરતા પહેલા કોઈ પણ વિશેષજ્ઞોની સલાહ લેવી. ZEE 24 કલાક આ માહિતી માટે જવાબદારીનો દાવો નથી કરતું)